નર્મદા જિલ્લા માં 17 આર્યુવેદીક દવાખાના ભગવાન ભરોસે,માત્ર એકજ ડોક્ટરના કારણે અટવાતા દર્દીઓ

0
217

નર્મદા જિલ્લાના આર્યુવેદીક દવાખામાં ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા કોની રાહ જોવાય છે…?!

આખા રાજ્ય માં 350 ડોક્ટરો ની ભરતી થઈ હતી ત્યારે એ લિસ્ટ અભરાઈ પર મુકાઈ ગયું કે અન્ય કોઈ કારણ

નર્મદા જિલ્લાામાં હાલ સરકારી આર્યુવેદીક દવાખાના માં ડોક્ટરો ના અભાવે લટકતા તાળા, અટવાતા દર્દીઓ ધક્કે ચઢે છે

જિલ્લા માં ત્રણ કોન્ટ્રાકટ પર કામ કરતા ડોક્ટરો નો કોન્ટ્રાક્ટ રીન્યુ ન કરી આર્યુવેદીક દવાાનાને તાળા મારવાનો શું મતલબ…?!

રાજપીપલા: રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ખુલ્લા મુકાયેલા આર્યુવેદીક દવાખાના હાલ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે કેમકે છેલ્લા્લા ત્રણેક મહિના થી નર્મદા જિલ્લા માં 17 જેવા દવાખાના સામે માત્રર એકજ ડોક્ટર હોવાથી દર્દીઓને નિયમિત સારવાર મળવામાંં વિલંબ થાય છે અને ત્રણ મહિના પેહલા કોન્ટ્રા્ટ પર ના ત્રણ ડોક્ટરો નો કોન્ટ્રાકટ રીન્યુ નહિ થતા હાલ માત્ર એક રેગ્યુલર મહિલા ડોક્ટર ના માથે આખા જિલ્લા ની જવાબદારી હોય જાયે તો જાયે કહા જેવા ઘાટ માં તમામ દવાખાનાના દર્દીઓ ધક્કે ચડી રહ્યા છે ત્યારે રાજપીપલા દરબાર રોડ પર આવેલા સરકારી આર્યુવેદ દવાખાના માં ડોક્ટરો ની અછત ના કારણે હવે માત્ર ગુરુવાર ના એકજ દિવસે મહિલા ડોક્ટર આવે છે અને એ પણ અડધો દિવસ આવતા હોવાથી દૂર દૂર થી દવા લેવા આવતા બીમાર દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે સરકાર ફક્ત દવાખાના ખુલ્લા મૂકી વિકાસ ની વાતો કરે છે પણ ડોક્ટરો ની અછત દર્દીઓ માટે તકલીફ આપતી સાબિત થઈ રહી છે

બોક્ષ: નર્મદા માં તમામ જગ્યા પર ટૂંક સમયમાં ડોક્ટરો મુકાશે ની ત્રણ મહિના પેહલા વાત કરનારા આર્યુવેદ ના ડાઈરેક્ટર ર્ડો.દિનેશચંદ્ર પંડ્યા,ગાંધીનગરની વાત પણ હાલ ખોટી પુરવાર થઈ રહી છે ત્યારે એમનાજ જણાવ્યા મુજબ ગત એપ્રિલ માં રાજ્ય માં 350 જેવા આર્યુવેદીક ડોક્ટરો ની ભરતી થઈ હતી તો એ તમામની નિમણુંક કેમ થઈ નથી…? શું એમની ફાઈલો અભરાઈ પર ચઢી ગઈ છે કે અન્ય કોઈ લોભ લાલચ ના કારણે નર્મદા જેવા પછાત જિલ્લા માં ડોક્ટરો મુકાતા નથી…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY