ડેડીયાપાડા,ગરુડેશ્વર અને રાજપીપલા પોલીસે છાપા મારી જુગાર આંકડા રમતા નબીરાઓને ઝડપી પાડ્યા
રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા એ જિલ્લા માં દારૂ જુગાર નું નામોિાન મિટાવવા ટીમો ને કડક સૂચના આપી હોય છાસવારે પોલીસ આ માટે કડક કાર્યવાહી કરે છે ત્યારે ગતરોજ ગુરુવારે ડેડીયાપાડા ગરુડેશ્વર અે રાજપીપલા પોલીસે છાપ માર્યા જેમાં ડેડીયાપાડા ના ોજદા રોડ પર નિતેશ ગંભીર વસાવા ને રોકડા રૂપિયા 2560/- સાથે જુગારના ગુનામાં પકડયો હતો જયારે ગરુડેશ્વર પોલીસે વાલપુરા ગમે છાપો મારી મુકેશ વિઠ્ઠલ તડવી,અમરસીંગ નરસિંહ ભીલ અને નરેશ વસાવા નામના સખ્શો ને જાહેરમાં આંકડા જુગાર રમતા રૂપિયા 1230/- સાથે પકડવા પ્રયાસ કર્યો પરંતુ એમાં ફક્ત મુકેશ તડવી પોલીસ ને હાથ લાગ્યો બાકીના બે ઈશમો ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ગરુડેશ્વર ગામમાં પણ રેડ કરતા ભરત કનુ તડવી,નિલેશ ધીરુ તડવી નામના શખ્શો ને રૂપિયા 2400/- રોકડા સાથે ઝડપી પાડ્યા હતા જયારે રાજપીપલા પોલીસે પણ રાજપીપલા ના દેશમુખ ફળિયા અને મોતીબાગ માં રેડ કરી જેમાં દેશમુખ ફળિયામાં અનિલ ચંદુ વસાવા,સંજય પ્રવીણ વસાવા અને જયંતિ વાઘરી નામના સખ્શોને રૂપિયા 5730/- સાથે પકડવા પ્રયાસ કર્યો જેમાં જયંતિ વાઘરી નામનો વ્યક્તિ નાશી છૂટ્યો હતો જયારે મોતીબાગની પ્રથમ રેડમાં ગીતાબેન જયેશ વસાવા,જયેશ કિશન વસાવા અને બુધ માગં વસાવાને રૂપિયા 5500/- સાથે ઝડપી પડ્યા અને બીજી રેડમાં મુકેશ શનુ વસાવા ને 1660/- ના મુદ્દામાલ સાથે ઝડપી જિલ્લા માં કુલ છ જગ્યા એ અલગ અલગ રેડ કરી 19080/- રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.જેમાં કુલ સોળ જુગારીયાઓ માં તેર ને ઝડપી પાડ્યા હતા જયારે ત્રણ ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"