ભરૂચ સેવાશ્રમ રોડ પર મરચાની ભૂકી નાખી રિક્ષા ડ્રાઇવર સહિત રિક્ષા ની લૂંટ થતા ચકચાર

0
98

ભરૂચ,૨૨/૦૨/૨૦૧૪

ભરૂચ શહેર ભરચક મુખ્ય માર્ગ સેવાશ્રમ રોડ વિસ્તાર પરથી આજ રોજ બપોર ના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ રીક્ષા નંબર જી જે ૧૬ વાય ૬૧૬૮ ના ચાલક સલીમ મહેમૂદ શેખ અને તેના પિતા ઉપર મરચા ની ભૂખી નાખી રોકડ રકમ તેમજ સોના ની ચેન ઝુંટવી મારામારી કરી રીક્ષા લઇ પલાયન થઇ સમગ્ર ઘટના ની વાત વાયુવેગે શહેર માં ફેલાતા ચકચાર મચી જવા પામી છે.ધોળે દહાડે મુખ્ય માર્ગ ઉપર બનેલ રીક્ષા લૂંટ ની ઘટનાના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જતા ભોગ બનનાર રીક્ષા ચાલક પિતા અને પુત્રને શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઇ આવી મામલા અંગે ની વધુ પૂછપરછ કરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY