રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસે હાલ જુગારધામોનો ખાત્મો બોલાવવા કમર કસી છે.ત્યારે અગાઉ પોલીસ દ્વારા એક જુગારધામ પર રેડ પાડી હતી જેમાં રાજપીપળાના ખત્રીવાડનો શોએબ મહંમદરફીક પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો.
શનિવારે નર્મદા એલસીબી પીએસઆઇ એ.ડી.મહંત,પો.કો અલ્પેશ વસાવા સહિતની અન્ય પો.કો.ની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન GJ 22 H 786 નંબરની ગાડી પુરપાટ ઝડપે નીકળી હતી.બાદ પોલીસ ટીમે એ ગાડીને રોકતા એમાંથી 27440 રૂપિયા રોકડા,8 હજારની કિંમતના 3 મોબાઈલ તથા એક ક્વાટરીયા સાથે 4 યુવાનો ઝડપાયા હતા.આ યુવાનોમાં જુગારના ગુનામાં વોન્ટેડ રાજપીપળાના શોએબ મહમદરફીક પઠાણ,વિક્રમ દાદુ વસાવા(લાછરસ),ખલીલમહંમદ ઇકબાલ મેમણ કેફી પીણું પીધેલી હાલતમાં હતા.બાદ પોલીસે એ ત્રણેવની સાથે આફતાબહુસેન ફિરોઝ સોલંકીને ફોરવહીલ ગાડી સહિત 6.35 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર- નર્મદા
ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"