ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૧૭-૧૮ના અંતર્ગત ૬૫ લાખના ખર્ચે રોડનું ખાત મહુર્ત કરાયું

0
55

ભરૂચ,
૧૮/૦૩/૨૦૧૮

આજ રોજ ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૧૭-૧૮ ના અંતર્ગત હોટલ રંગ ઈન થી કામધેનુ સોસાયટી અને પાર્થ નગર થી જૂના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતાં ૧.૫ કિમિના રોડનું ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું.ઘણા વર્ષોથી કામધેનુ સોસાયટી અને પાર્થનગરના લોકો રોડની માંગણી કરી રહેલ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જેનું ખાત મહુર્ત ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય કુ.ચંદ્રકાંતા પરમાર, મહામંત્રી જ્યોતીન્દ્ર પટેલ, બ્રહ્મભટ્ટ, સરપંચ પ્રિયંકાબેન, દિનેશ આહીર મનોજ તેમજ આજુ બાજુના સોસાયટીના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પંચાયતના સભ્યો અને સોસાયટીના રહીશોએ હાજરી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY