સુરતના ૪૦૦ વર્ષ પુરાણા માં અંબાના મંદિરે માઇ ભક્તો નો મહેરામણ ઉમટ્યયો

0
144

સુરત,
તા.૧૮/૦૩/૨૦૧૮

રવિવાર આજે ચૈત્ર સુદ એકમના રોજથી શરૂ થયેલી નવરાત્રીના પર્વમાં સુરતીઓ વધુ શ્રધ્ધાળુ બન્યા છે. ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે સુરતના ૪૦૦ વર્ષ કરતાં વધુ પુરાણા મંદિર સહિત શહેરમાં માતાજીના અનેક મંદિરોમાં ભક્તોનો મેળો જામ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તોની ભીડ લાગી ગઈ હતી. નવરાત્રીના કારણે શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો થતાં આરતી અને મંદિરમાં સમયમાં પણ થોડો ફેરફાર કરાયો હતો.

ચૈત્ર નવરાત્રીના કારણે શહેરના શ્રધ્ધાળુઓમાં આસ્થાનું પૂર આવ્યું હતુ. શહેરના અંબાજી રોડ પર આવેલા ૪૦૦ વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક એવા માં અંબાના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ વધતી જાવા મળી હતી. આ ઉપરાંત અઠવાલાઈન્સ ખાતે આવેલા અંબિકાની કેતન મંદિર અને શહેરમાં આવેલા માતાજીના વિવિધ મંદિરોમાં પણ ભક્તોના આસ્થાનું કેન્દ્ર બની ગયાં હતા. નવરાત્રી હોવાથી તમામ માતાજીના મંદિરો સાથે અન્ય મંદિરોમાં પણ શણગાર સાથે લાઈટીંગ પણ કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરોમાં ભક્તોને દર્શન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના અનેક મંદિરોમાં યજ્ઞા અને વિશેષ પુજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરના કિરણ મહારાજ કહે છે. નવરાત્રીના સમયે માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ વધુ હોવાથી આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં અનેક સુરતીઓએ વ્યસન ત્યજી દીધા ખાણી પીણી માટે જાણીતા બનેલા સુરતીઓ ચૈત્ર નવરાત્રીમાં વધુ ધાર્મિક થતાં જાવા મળે છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા સાથે અનેક સુરતીઓએ ખાણી પીણીના વ્યસનોને બાજુએ મૂકી દીધા છે. માત્ર સુરતી ગણાતી જ્ઞાતિના લોકો ચૈત્રી નવરાત્રીમાં ખાણી-પીણીના તમામ વ્યસનોને બાજુએ મૂકી છે અનેક શ્રદ્ધાળુઓએ ચૈત્ર નવરાત્રીમાં ઈંડા, નોનવેજ કે દારૂના વ્યસન ત્યજી દેતા હોય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY