નર્મદા એલ સી બી એ મોવી ત્રણ રસ્તા પાસેથી બાઇક પર વિદેશી દારૂ ની ખેપ મારતા બે યુવાનોને પકડ્યા 

0
159

એલ.સી.બી.પી એસ આઈ એ ડી મહંત અને ટીમે બાતમીના આધારે બાઈક પર જતો દારૂ બિયરનો જથ્થો ઝડપી ગુનો દાખલ કર્યો

રાજપીપલા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની કડક સૂચના બાદ આખા જિલ્લા માં દારૂ જુગાર માટે અલગ અલગ ટિમો કામે લાગી છે ત્યારે ગતરોજ મોવી ત્રણ રસ્તા પાસે એલ સી બી ના પી એસ આઈ એ ડી મહંત અને એમની ટીમે બાતમીના આધારે વોચ રાખી એક બાઇક નં.જી.જે.22.જે 1843 ને અટકાવી તપાસ કરતા બાઈક પર સવાર હેમરાજ કૌશિક વસાવા (વાવડી ) અને રાહુલ સુરેશ વસાવા ( જીતનગર ) પાસે થી ઇંગ્લિશ દારૂના કવતારીયા નંગ 99 અને બિયર નંગ 20 જેની કિંમત રૂપિયા 9425/- સાથે બાઇક ની કિંમત 50 હજાર મળી કુલ રૂપિયા 59425/- ના મુદામાલ સાથે બંને યુવાનોને ઝડપી રાજપીપલા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી કાયદેશર કાર્યવાહી હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY