નર્મદા એલ સી બી એ કેરોસીન અને ગેસના બોટલની કાળાબજારી કરતા શખ્સ ને ઝડપી પાડ્યો

0
582

દર મહિને હજારો લીટર સરકારીકેરોસીન ખાનગી વાહનો માં ઠલવાય છે એ ક્યાંથી આવે છે…? અને રાજપીપલા ખાતે માંગો એ કંપનીના જોઈએ તેટલા અને જોઈએ ત્યારે મળતા ગેસ સિલિન્ડરો પણ કાળાબજાર માં વેચાય છે ત્યારે એ બાબતે પણ તપાસ જરૂરી 

કેવડિયા ખાતે સરકારી કેરોસીન અને ગેસ ના સિલિન્ડરો ની કાળાબજારી કરનાર અસ્પાક કુરેશી ને મુદ્દામાલ સાથે ઝડપી કસ્ટડી ભેગો કરતા કાળાબજારિયાઓ માં ફફડાટ 

રાજપીપલા : નર્મદા જિલ્લા ના કેવડિયા કોલોની ખાતે ભૂરા સરકારી કેરોસીન અને ગેસના બોટલોની કાળાબજારી થતી હોવાની બાતમી નર્મદા એલ .સી.બી.ને મળતા પી એસ આઈ એ .ડી .મહંત અને ટીમે કેવડિયા કેટેગરી-2, બ્લોક નં.8 રૂમ નં.132 માં જડતી લેતા ત્યાંથી ઇન્ડિયન અને એચ પી કંપની ના ગેસના ખાલી બોટલ નંગ 7 અને ભરેલો બોટલ નંગ 1 મળી કુલ 08 બોટલ અને 55 લીટર ભૂરું કેરોસીન મળી કુલ રૂપિયા 17,550/- નો મુદ્દામાલ સાથે કાળાબજાર કરતા અસ્પાક શમસુદીન કુરેશી ( રહે, કેવડિયા કેટેગરી- 2, બ્લોક નં.8 રૂમ નં.132 ) ને ઝડપી કાયદેસર કાર્યવહી કરી કેવડિયા પોલીસ સ્ટેશને સોંપ્યો હતો .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY