રાજપીપલા સહીત નર્મદા ની કેટલીક દુકાનોમાં ભેળસેળ યુક્ત અનાજ સહિતની વસ્તુઓ બાબતે ફ્રુડ & ડ્રગ વિભાગનું શંકા્પદ મૌન…!? જયારે વજન માં ગેરરીતિ બાબતે તપાસ જરૂરી
રાજપીપલા: એક તરફ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ નગરજનોના સ્વાસ્થ્ય બાબતે વારંવાર ચિંતા કરી ખાણીપીણીની લારી ,ફરસાણ ,આઈસક્રિમ જેવી દુકાનો પરની ખાદ્ય સામગ્રી નું અચાનક ચેકીંગ કરાવી ભેળસેળ કરતા વેપારીઓ સામે પગલાં લે છે ત્યારે બીજી તરફ ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ફક્ત મોટા તહેવારો ટાણૅજ તપાસ ના નામનું બ્યુગલ વગાડતું જોવા મળે છે પરંતુ ઘણા સમય થી રાજપીપલા સહીત નર્મદા જિલ્લા માં વેચાતા ઘઉં,ચોખા સહીત ના અનાજ ,લોટ કે મસાલા સહિતની સામગ્રી ભેળસેળ યુક્ત હોવાની ફરિયાદો ઉઠવા છતાં કોઈજ તપાસ નથી થતી એ શંકા ઉપજાવે તેવી વાત છે સાથે સાથે વજન માં પણ ગેરરીતિ થતી હોવાની શક્યતાઓ લાગી રહી છે
નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયા ને 20 વર્ષ જેવો સમય થવા છતાં જિલ્લાને અમુક બાબતે સ્વતંત્રતા ન મળતા અમુક તત્વો તેનો ફાયદો ઉઠાવી ભેળસેળ થકી તગડી કમાણી કરવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હોય ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ હવે નિંદ્રા માંથી ઉઠે એ જરૂરી છે અને તોલમાપ શાખા પણ વેપારીઓ ને ત્યાં કાટી,કાટલાં થકી અપાતી વસ્તુઓ ખરેખર યોગ્ય વજન વાળી અપાય છે કે નહિ તે માટે તપાસ કરે કેમ કે લાંબા સમય થી આ બાબતે પણ તપાસ થઈ નથી જેના કારણે ગ્રાહકો ને ઓછી માત્રા માં વસ્તુ અપાય રહ્યા નું પણ જાણવા મળ્યું છે ,જો તોલમાપ શાખા તપાસ કરે તો અમુક વેપારીઓ ની પોલ ખુલે એમ લાગે છે ટલીક દુકાનોમાં મસાલા સહિતની વસ્તુ હલકી કક્ષાની મળે છે તો તપાસ જરૂરી
રાજપીપલા દરબાર રોડ પર રહેતા જાગૃતિબેન શાહ ના જણાવ્યા મુજબ અમુક દુકાનોમાં મસાલા સહીત અનાજ માં પણ મિલાવટ કરી વેચાણ થાય છે હું પોતેજ બે દિવસ પેહલા એક દુકાનમાંથી મઠિયાંનો લોટ લાવી તો ઘરે લાવી જોયું તો એમાં ખુબ જીવતો હતી ,જોકે દુકાનદારે ફરિયાદ બાદ વસ્તુ પરત લઈ પૈસા પાછા આપ્યા પરંતુ આવી ખરાબ વસ્તુ વેપારીઓ વેચતાજ કેમ હશે …?! જો લાગતા વળગતા ખાતાના અધિકારીઓ નિયમિત તપાસ કરે તો વેપારીઓ ખરાબ વસ્તુ વેચવાનું ચોક્કસ ભૂલી જશે
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"