મળતી માહિતી મુજબ સુરતના વેસુ ગામની ડાયમંડ ઓફીસ પાસે રહેતા ધોરણ 10ની પરીક્ષા આપનાર ઝીલ મનોજ વિટીવાળા,12માં ની પરીક્ષા આપનાર નિલેશ બદ્રીનાથ વિટીવાળા તથા રાજ વિટીવાળા બોર્ડની પરીક્ષા સમાપ્ત થતા રાજપીપળા પોતાની ફોઈને ત્યાં વેકેશન માટે આવ્યા હતા.સોમવારે આ ત્રણેવ યુવાનો રાજપીપળાના યશ કિરીટ ભાટિયા સાથે પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી નજીકની નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા.પણ પાણીની ઊંડાઈથી અજાણ ચારેય યુવાનો નદીમાં દૂર સુધી ન્હાવા પહોંચી જતા એક પછી એક એમ ચારેય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થવા માંડ્યા હતા.આ ઘટના નજરે નિહાળનાર સ્થાનિક નાવિકોએ તુરંત ચારેવ યુવાનોને પાણીની બહાર કાઢ્યા હતા.પરંતુ આમનો એક ઝીલ મનોજ વિટીવાળાનું કરુણ મોત નીપજ્યું હતું
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"