નર્મદા પોલીસે પોઇચા પાસે કારમાથી વિદેશી દારૂ સાથે બેની અટક, એક ફરાર

0
143

રાજપીપળા:
નર્મદા જિલ્લા પોલીસ વડા ના સીધા માર્ગદર્શન મુજબ પી એસ આઈ એચ જી ભરવાડ ને મળેલી બાતમીના આધારે પોઇચા ત્રણ રસ્તા પર પોલીસ ટિમ સાથે વોચ રાખી સામેથી આવતી બાતમી વાળી બાઈક નં.જી જે 22 ડી-1700 આગળ પાયલોટિંગ માં હોય ત્યારે પાછળ આવતી એક ફ્રન્ટી કાર નં.જી જે 06 એ એચ 2739 અને બાઈક બંને ને અટકાવી તપાસ કરતા ફ્રન્ટી માં વિદેશી દારૂ ની દસ પેટીઓ જેની કિંમત 48000/- રૂપિયા જયારે અંગ જડતીના રૂપિયા દસ હજાર તથા બાઈક ની કિંમત રૂપિયા 25 હજાર અને ફ્રન્ટી ગાડી ની કિંમત રૂપિયા 30 હજાર તેમજ મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત ત્રણ હજાર મળી કુલ રૂપિયા 1,16,000/- નો મુદ્દામાલ ઝડપી આરોપીયો પૈકી બાઈક પર પાયલોટિંગ કરતા મુકેશ બીજલ વસાવા (રહે,જેતપુર,નાંદોદ,નર્મદા)તેમજ ફ્રન્ટી લઈ આવતો મહેન્દ્ર રાયસીંગ પાટણવાડીયા (રહે, અણખી, જિલ્લો, વડોદરા) ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો પરંતુ સાથેનો રોહિત રાજેન્દ્ર વસાવા (રહે, કુંવરપુરા, નાંદોદ) એ અંધારા નો લાભ લઈ નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY