સીબીએસઇમાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. દેશભરમાં મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઓછા નંબર આવવાના કારણે હતાશ હશે. હકીકતમાં આ વર્ષે નવ વર્ષના લાંબા ગાળા બાદ ફફરજિયાત પણે ૧૦માં ધોરણમાં બોર્ડની પરીક્ષાની વાપસી થઇ છે. કદાચ આની જ અસર છે કે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત દેશભરમાં દસમાં ધોરણનુ પરિણામ ૯૦ ટકાથી ઓછુ રહ્યુ છે. આ વર્ષે પરિણામ ૮૬.૭૦ ટકા રહ્યુ છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં સીબીએસઇમાં ધોરણ-૧૦નુ પરિણામ ૯૩.૦૬ ટકા રહ્યુ હતુ. હકીકતમાં આ વર્ષે કેટલીક ચીજા બદલાઇ ગઇ છે. પહેલી વાત તો એ છે કે બોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી બાજુ ૧૦૦ ટકા કોર્સની સાથે ફાઇનલ પરીક્ષા લેવામાં આવી હતી. યાદ રાખવા જેવી ચીજ છે કે વર્ષ ૨૦૦૯-૧૦માં યુપીએ સરકારે દસમાંમાં બોર્ડની પરીક્ષાને વૈકÂલ્પક બનાવી દીધી હતી. વિદ્યાર્થી બોર્ડમાં પરીક્ષા આપશે કે પછી સ્કુલમાં પરીક્ષા આપશે તે બાબત વિદ્યાર્થી પર છોડી દેવામાં આવી હતી. આનો ફાયદો એ થયો હતો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની સ્કુલમાં જ વધારે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપતા હતા. જા કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી હતી. જા કે મોદી સરકારે સ્કુલી પરીક્ષાને બાળકોના અભ્યાસ માટે નુકસાનકારક તરીકે ગણાવીને આ સુવિધા ખતમ કરી નાંખી હતી. સીબીએસઇમાં ધોરણ-૧૦ની પરીક્ષાને ફરજિયાત પણે બોર્ડની પરીક્ષામાં બદલી નાંખી હતી. જાણકાર શિક્ષણશા†ી કહે છે કે દસમાં ધોરણની પરીક્ષા આપતી વેળા વિદ્યાર્થીઓ હમેંશા પોતાની લાઇફના સૌથી સંવેદનશીલ દૌરમાં હોય છે. આજ વયમાં મન પર પડનાર અસહનીય દબાણ બાળકના જીવનને તહસ નહસ કરી શકે છે. જેથી પહેલા પણ દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટના વધારે બનતી હતી. જેથી તેમના પરથી બોર્ડનુ દબાણ ઘટાડી દેવામાં આવ્યુ હતુ. તેની પાછળ એવી આશા રાખવામાં આવી રહી હતી કે બાળકો દબાણમુક્ત થઇને અભ્યાસ કરશે. સાથે સાથે સારી રીતે અભ્યાસ કરી શકશે. એમ પણ ભારત જેવા દેશમાં ૧૦ ધોરણની પરીક્ષા પાસ કરવાને લઇને નોકરી મેળવી લેવા સુધીના સફર સુધી પહોંચી જવા માટે ભારે મહેનત કરવી પડે છે. આ સંઘર્ષની શરૂઆત થોડાક વધુના સમયમાં થાય તો કોઇ નુકસાન નથી. હવે કેટલાક લોકો એવા અભિપ્રાય પણ ધરાવે છે કે ૧૪-૧૫ વર્ષની વયમાં તેમને ભાવિ સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. આવી વિચારધારા ધરાવનાર નિષ્ણાંતો સીબીએસઇમાં બોર્ડની પરીક્ષાને ફરજિયાત કરવામાં આવે તેની તરફેણ કરી રહ્યા હતા. આવી જ વિચારધારાનુ પરિણામ છે કે અમારી સમગ્ર પરિક્ષા પ્રણાલીમાં કોઇ પણ બાબત સિખવા, જ્ઞાન મેળવી લેવા જેવી ચીજ રહી નથી. બાળકને નાની વયથી જ અભ્યાસક્રમને રટી કાઢવા માટે કહેવામાં આવે છે. આ પ્રક્રિયા વહીવટી પરીક્ષાની વય નિકળી જવા સુધી જારી રહે છે. આ નવી પેઢી સાથે એક પ્રકારના અન્યાય સમાન છે. અભ્યાસને યંત્રણામાં બદલી નાંખવાના પ્રયાસ થવા જાઇએ નહી. બાળકોને અભ્યાસની મજા લેવા માટે તક મળે તે જરૂરી છે. ધોરણ-૧૨માં આવી ગયા બાદ બાળકો થોડાક પરિપક્વ બની જાય છે. જેથી કેટલાક અંશ સુધી દબાણ ઝીલી લે છે. પરંતુ ધોરણ-૧૦માં ફેરવિચારણાની શક્યતા રાખવી જાઇએ.પરીક્ષા કોઇ પણ રીતે ટોર્ચર તરીકે ન બને તે જરૂરી છે.સીબીએસઈ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ હાલમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ટોપર્સમાં ચાર વિદ્યાર્થી રહ્યા છે. ચાર વિદ્યાર્થીઓ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવવામાં સફળ રહ્યા છે. ૧૨માંની જેમ જ ૧૦માં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી દીધી છે. ટોપ કરનાર ચાર વિદ્યાર્થીઓમાં ત્રણ વિદ્યાર્થીનીઓ છે. ૧૦માંની પરીક્ષામાં આ વખતે ૧૩૧૪૯૩ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા અથવા તો તેના કરતા પણ વધારે માર્ક મેળવ્યા છે. જ્યારે ૯૫ ટકા અથવા તો તેનાથી વધુ માર્ક ૨૭૪૭૬ વિદ્યાર્થીઓએ મેળવી લીધા છે. ૧૦માં ક્લાસ પહેલા ટોપર્સ ડીપીએસ ગુડગાંવ વિદ્યાર્થી પ્રખર મિત્તલ છે જે ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવવામાં સફળ રહ્યો છે જ્યારે બીજી ટોપર્સ બિજનૌરની રિમઝિમ અગ્રવાલ છે.રિમઝિમ આરપી પÂબ્લક સ્કુલની વિદ્યાર્થીની છે જ્યારે ત્રીજી ટોપર સામલીની નંદીની ગર્ગ છે તે સ્કોટિસ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. જ્યારે ચોથી ટોપર કોચીનની શ્રીલક્ષ્મી છે જે ભવાની વિદ્યાલયની વિદ્યાર્થીની છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ૧૦માં તમામ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આઠ વર્ષના લાંબા ગાળા બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ વખતે પાંચમી માર્ચથી ૧૨મી એપ્રિલ દરમિયાન દેશભરમાં ૪૪૫૩ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. વિદેશમાં ૧૦માં ધોરણના કુલ ૭૮ પરીક્ષા કેન્દ્રો હતા. આ વખતે કુલ ૧૬૩૮૪૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા ૬૭૧૧૦૩ અને વિદ્યાર્થીઓની સંખ્યા ૯૬૭૩૨૫ હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





