નર્મદા સુગરના ખેડૂતોને સુગરે શેરડીના ભાવ પ્રમાણે 22 કરોડ ની ચુકવણી

0
162

નર્મદા સુગરના ખેડૂતોને સુગરે શેરડીના ભાવ પ્રમાણે 22 કરોડ ની ચુકવણી : તહેવારોને ધ્યાનમાં રાખી સુગરે ચુકવણી કરી

સરકારી કર્મચારીઓ જયારે તહેવારમાં પગાર માટે વલખા મારે છે ત્યારે સહકારી સંસ્થા પોતાના ખેડૂતો અને કર્મચારીઓની સતત ચિંતા કરે છે.

રાજપીપળા : દેશમાં સહકારી ક્ષેત્રોના વધતા કદ પાછળ જેતે સંસ્થાનો ઉત્તમ વહીવટ જવાબદાર હોય છે આજે એક જમાનામાં મરણ પથારીએ પડેલી નર્મદા સુગર દેશની સુગર ફેકટરીઓને ટક્કર મારી રહી છે કેમકે દેશમાં ઓ્ગેનિક ાંડ ઉત્પાદન કરતી એક માત્ર સુગર ફેક્ટરી નર્મદા સુગર ફેક્ટરી બની છે જેને 14 થી વધુ નેશનલ અને રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવ્યા છે ત્યારે વધુ એક સરળ વહીવટથી ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે કેમકે સરકારી કર્મચારીઓ જયારે તહેવારમાં પગારના વલખા મારે છે, આંદોલનો કરવા પડે છે ત્યારે આ સહકારી સંસ્થા પોતાના ખેડૂતોની કર્મચારીઓની સતત ચિંતા કરે છે. તહેવારોને ધ્યાનમાં રાખી શેરડીના નક્કી ભાવો પ્રમાણે ખેડૂતોને શેરડીના નાણાં પેટે 22 કરોડ જેટલી રકમ ચૂકવી બેંકોમાં જમા કરાવ્યા, આમ સંપૂર્ણ પારદર્શક વહીવટ કહી શકાય

આ બાબતે વધુ માહિતી અપાતા સુગરના એમ.ડી. નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નર્મદા સુગરમાં ચેરમેન ઘનશ્યામ પટેલના પારદર્શક વહીવટ સાથે સુગર આજે 14 એવોર્ડ લાવી શકી છે. સાથે ગત વર્ષ 2017-18 ની વાત કરીએ તો 7,70,444 મે.ટન શેરડીનું પીલાણ કરી ઉત્તમ કોલીટીની ખાંડ નું ઉત્પાદન કર્યું આગામી 2018-19 ના વર્ષમાં 86032 અને 238ની સારી શેરડીની જાતો નું 2500 હેક્ટર જમીનો માં વાવેતર કર્યું છે. લગભગ 8.5 લાખ મેં.ટન શેરડીનું પીલાણ કરી સારી ગુણવત્તા વાળી ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે જેમાં ઓર્ગેનિક સાથે વિવિધ પેકીંગ માં પણ ખાંડ બનશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY