ત્રણ ફલેટ્‌સને વેચીને એક ફલેટ ખરીદવા પર પણ મળશે ટેક્સ બેનિફિટ્‌સ

0
10

ઇન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
મુંબઇ,તા.૧૨
ઈન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલ(ITAT)એ એક મહત્વનો ચૂકદા આપતો જણાવ્યું છે કે દેશમાં ટેક્સપેયર્સને એકથી વધુ ફલેટ્‌સના વેચાણથી જે લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ મળે છે તેને એક જ ઘરમાં રોકવામાં આવે અથવા તો ભવિષ્યમાં રોકવામાં આવનાર હોય તો આવા સંજાગોમાં પણ ટેક્સ બેનિફિટ્‌સ મળવા પાત્ર છે. જાકે આ માટે ટેક્સપેયર્સે નક્કી સમય મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. અત્યાર સુધીમાં એવા ઘણાં કેસો પ્રકાશમાં આવ્યા છે કે જેમાં ટેક્સપેયર્સ તેમના એકથી વધુ ઘરનું વેચાણ કરીને એક ઘર લેવા પર ટેક્સ બેનિફિટસ મળ્યો ન હોય. આ સંજાગોમાં એમ કહેવામાં આવતું હતું કે એકથી વધુ ઘરનું વેચાણ કરીને તેની સંપૂર્ણ રકમને જયારે એક ઘરમાં રોકાણ કરવામાં આવે છે. એવા સંજાગોમાં ટેક્સપેયર્સને ટેક્સ બેનિફીટ્‌સ ન મળી શકે.
મુંબઈના ઈન્કમ ટેક્સ એપિલેટ ટ્રીબ્યુનલના ચૂકદાના પગલે આવા સંજાગોમાં મુંબઈવાસીઓ ટેક્સ બેનિફીટનો દાવો કરી શકશે. જા આવા જ કેસમાં ટેક્સપેયર્સને કદાચ વળતર ન ન મળ્યું હોય તો તે આ કેસને ટાંકીને અરજી પણ કરી શકે છે. અને આ કેસને ટાંકવાથી ટેકસપેયર્સની સાઈડ મજબૂત બનશે.
જાકે આ ટેક્સ બેનિફીટસ મેળવવા માટે ટેક્સપેયર્સે જે તે મકાનના વેચાણના એક વર્ષ પહેલા અથવા તો મકાનના વેચાણ પછીથી બે વર્ષમાં રોકાણ કરવું જરૂરી છે. ટેક્સપેયર્સ તેના જૂના ઘરનું વેચાણ કરીને ત્રણ વર્ષની અંદરના ગાળામાં જ નવા ઘરનું બાંધકામ કરે છે, તો આવા સંજાગોમાં પણ ટેક્સપેયર્સને લાભ મળવા પાત્ર છે.
આ સિવાય ઘરના વેચાણથી જે પણ કેપિટલ ગેન અમાઉન્ટ મળી હોય તેને ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાની ડ્યુ ડેટ પહેલા ટેક્સપેયર્સે વાપરી શક્યો ન હોય તો તેણે આ રકમને કેપિટલ ગેન્સ એકાઉન્ટ સ્કીમ અંતર્ગત બેન્કમાં જમા કરાવાની હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY