ગાંધીનગર,તા.૪
છેલ્લા ઘણા દિવસોથી સરદાર સરોર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જાવા મળી રહ્યો છે અને રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. અત્યારે હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૩.૬૪ મીટર પર પહોંચી ગઈ છે. ત્યારે રાજ્યમાં ઉનાળાના સમયમાં જે પાણી માટે જે સ્થિતિઉભી થાય છે તે સ્થીતીને પહોંચી વળાય તેટલું પાણી આવી રહ્યુછે. સાથે જ ગુજરાતમાં પાણીનું સંકટ પણ હળવું થઈ રહ્યુ છે.
નર્મદા ડેમમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ૨૦ દિવસ દિવસમાં ડેમની સપાટીમાં ૧૩.૨૫નો વધારો થયો છે. ત્યારે ખાસ કરીને ખેડુતો માટે આ રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય. આ તરફ ઉપરવાસમાંથી ૪૯૫૪૭ ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે અને ડેમની સપાટીમાં દર કલાકે ૩ સે.મીનો વધારો થઈ રહ્યો છે.
અત્યારે ડેમમાં ૧૮૫૭.૪૫ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો પહોંચ્યો છે, તો બીજી તરફ મુખ્ય કેનાલમાંથી ૮૨૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. તો આ સાથે જ પાણી ન હોવાના કારણે લાંબા સમયથી બંધ પડેલા નર્મદા ડેમના ઝ્રૐઁૐ પાવર હાઉસના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. અને વિજળી ઉત્પાદન યુનિટ પણ સક્રિય બન્યા છે અને તેનું કામ ફરીથી શરૂ થયું છે. હાલમાં ૨૫૦ મેગાવોટ ના કેનાલ હેડ પાવર હાઉસનું એક વીજ મથક ચલાવાય છે. આમ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ગુજરાતના માથેથી પાણીની કટોકટી ટળી ગઈ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



