અમદાવાદ,તા.૪
શહેરના એસજી હાઇવે પર આવેલા પોતાના નિવાસ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં આવેલા પાટીદારો પરના લાઠીચાર્જ અને હિંમતનગરમાં પાટીદારોની રથયાત્રા પરના પોલીસ લાઠીચાર્જ તેમ જ ટીયરગેસના મારા સામે કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સરકાર સામે આવી ગઇ છે તેમ જ એવી ચીમકી પણ આપી છે કે, પાટીદારોની સંગઠન શક્તિને સરકાર ઓછી ના આંકે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, હિંમતનગરમાં પાટીદારોના માતા ઉમિયા રથ યાત્રને અટકાવીને પોલીસે મહિલાઓ અને બાળકો પર પણ બેફામ રીતે લાઠીચાર્જ અને ટીયરગેસનો મારો કર્યો હતો તેમ જ મા ઉમિયાનો રથ પણ ડીટેઇન કર્યો છે જે ભકતોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવાનું કૃત્ય છે.
આ પોલીસ અધિકારીઓ સામે સરકાર તત્કાળ પગલાં ભરવા જાઇએ. ઉપવાસના નવમાં દિવસે ઉપવાસ છાવણી બહાર પાસ કાર્યકર્તાઓ પર પણ લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી આપતા કહ્યુકે સરકાર પાટીદાર સમાજની વિશ્ર્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. રવિવારે હાર્દિકના ઉપવાસ આંદોલનનો નવો દિવસ હતો. ઉપવાસ છાવણી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન સાંજના સમયે પાસના કાર્યકર્તાઓ તથા પોલીસ વર્ષે ઘર્ષણ સર્જાયા હતા. જેમાં પોલીસ લાઠીચાર્જ કર્યો હોવાનો પાસ કાર્યકર્તાઓ આરોપ લગાવી રહ્યાં છે. એટલું જ નહીં પાસ કાર્યકર્તાઓનો આરોપ છે કે પોલીસે ઉમિયા માતાજીના રથને પણ ડિટેઇન કર્યો છે. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



