ગરુડેશ્વર ના કોઠી ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન ના ચણા માં જીવાત નીકળતા ખુદ મંત્રી ચોકી ઉઠ્યા

0
39

થોડા સમય પહેલાજ મધ્યાહન ભોજન માં બાળકો ને ચણા નાસ્તા સ્વરૂપે ચાલુ કરાયા હતા ત્યાે એમાં પણ જીવાતો નીકળતા અનેક સવાલ

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૂતી ઈરાની આજે આ શાળાની મુલાકાત દરમ્યાન મામલો સામે આવ્યો : સરકારી અનાજ પર ઉઠ્યા અનેક સવાલ

રાજપીપળા : નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મુતિ ઈરાની ને બહુ કડવો અનુભવ થયો, તેઓ જે આંગણવાડી કેન્દ્રમાં મુલાકાતે ગયા તે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન માં બાળકોને અપાતા કઠોળ માં જીવતો નીકળી સડેલા ચાણા આ કોઠી ગામની પ્રાથમિક શાળામાં ખવડાવતા હોવાની બાબત મંત્રીના ધ્યાને આવતા તેમને તપાસ ના આદેશ આપ્યા અને જે પણ આ પાછળ જવાબદારો છે તેમની સામે કડક પગલાં ભરવા જિલ્લા કલેક્ટર ને આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે જાહેર છે જેમાં કુપોષણ ની મોટી સમસ્યા છે અને જે અંગે જિલ્લા ક્ટર આર.એસ. નિનામા ખુબ અંગત રસ લઈને કામ કરી રહ્યા છે જેમની તમામ વહીવટી ટીમો દોડી રહી છે ત્યારે પૂરવઠા માં આવતા અનાજો ખુબજ ખરાબ અને સડેલા આવતા હોવાની વારંવાર બૂમો ઉઠી છે એટલું જ નહિ આ બાબતે જિલ્લા સંકલન માં સાંસદ મનસુખ વસાવા એ ઉગ્ર રજૂઆત કરી હતી તાજેતરમાં જ પોષણ જન આંદોલન માં જાહેરમાં પોતાના પ્રવચન માં ગાંધીનગર ના આનાજ સપ્લાયરો માટે ગુંડા શબ્દ નો ઉપયોગ પણ કર્યો હતો તેમ છતાં સપ્લાયરો કે અન્ય સુધરતાં લાગતા નથી ત્યારે રાજ્ય સરકાર પોષણ ની મોટી મોટી વાતો કરે છે, અને ઉપરથી આવતા અનાજો સડેલા હોય કોણ કોને ફરિયાદ કરે…? ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મુતિ ઈરાની ની વિઝીટ વખતે આ બાબત સામે આવી ગરુડેશ્વર ની કોઠી ગામની પ્રાથમિક શાળામાં ભણતા નાનાં બાળકોને અપાતા મધ્યાહન ભોજન ના અનાજ સડેલા નીકળ્યા અને રીતસર ના ચણામાં જીવાતો હતી અને તમામ ચણા સડેલા હતા ત્યારે આવું અનાજ બાળકો ને પીરસાઈ તો કેવીરીતે કુપોષણ દૂર થાય ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ રીતે ગુજરાત સરકાર રાજ્યમાં કુપોષણ દૂર કરવા માંગે છે કે આ ભ્રસ્ટાચારીઓ માટે મોકળુ મેદાન ખુલ્લું કરી આપે છે .તપાસ ના નામે વારંવાર થતા તાયફાઓ બંધ કરી તટસ્થ તપાસ થાય એ જરૂરી જણાય છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY