કારગિલ યુદ્ધમાં ડાબો પગ ગુમાવનાર મેજર ડીપી સિંહે સફળ સ્કાઇ ડાઇવિંગ કર્યું

0
9

નાસિક,તા.૨૮
કારગિલ યુદ્ધમાં ડાબો પગ ગુમાવી ચુકેલા આર્મી મેજર ડીપી સિંહે નાસિકમાં પહેલી વખત સફળ સ્કાઈ ડાઈવિંગ કર્યું છે. તેમણે સાબિત કરી દીધું છે કે દિવ્યાંગ તેમના સાહસ અને મજબૂત ઈરાદાઓને કમજાર નહી કરી શકે. એક પગ ન હોવો તેમની નબળાઈ નથી. મેજર ડીપી સિંહને ભારતના અગ્રણી બ્લેડ રનર (કૃત્રિમ પગ વડે દોડનાર) તરીકે ઓળખવામાં આવે છે.
મેજરના કહ્યાં પ્રમાણે, આ દિવ્યાંગતા તેમના લક્ષ્યમાં અડચણ પેદા નહી કરી શકે. તેઓ તેમના જીવનમાં હંમેશા દોડતા રહેવાનું પસંદ કરે છે, જેના માટે તેમણે કુત્રિમ પગ લગાવડાવ્યા છે.
કુત્રિમ પગ લગાવ્યા બાદ મેજરને ચાલવામાં થોડી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ બાદમાં તેઓ ચાલવાની સાથે દોડવા પણ લાગ્યા હતા. ત્યારબાદ તેમને ઘણી મેરાથોનમાં પણ ભાગ લીધો હતો. તેઓ હવે સ્કાઈ ડાઈવિંગ પુરુ કરનાર પહેલા ભારતીય દિવ્યાંગ બન્યા છે.
સેના પ્રમુખ બિપીન રાવતે યુદ્ધ અથવા અન્ય કારણોસર દિવ્યાંગ જવાનોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રવૃત્તિને મંજૂરી આપી છે. ત્યારબાદ મેજર ડીપી સિંહને ડાઈવ માટે ૧૮ માર્ચથી શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY