નવસારી,
જિલ્લા પોલીસવડા ના અભિપ્રાયના પગલે નવસારી કલેક્ટરે શહેર તથા જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ૭.૫ ટન થી વધારે વજન ધરાવતા વાહનોને નવસારી નગરપાલિકા વિસ્તાર તથા વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારના ૮ કલાક થી રાત્રિના ૮ કલાક સુધી પ્રવેશપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ સહર પોલીસ સ્ટેશન થી કંસારવાડ નાકાં સુધીનો રોડ વન-વે તથા ચાંદની ચોક થી ગોલવાડ ચાર રસ્તા તરફ આવતા વાહનો માટે અને શહેરના રસ્તાઓ સાંકડા હોવાથી આડેધડ પાર્કિંગ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેના નિવારણ માટે નવસારી મોટા બજાર પોલીસ સ્ટેસ્નથી કંસારવાડ તરફ જતો રોડ તથા ટાવર થી ખાટકીવાડ તરફ જતાં રોડ પર ૬૦ દિવસ માટે એકી બેકી પાર્કિંગ માટે ફરમાવ્યું છે જેમાં એમ્બુલન્સ, ઇમરજ્ન્સી સર્વિસમાં સમાવેસ થતો હોય એવા વહોનો, સરકારી વહોનો, પોલીસ વાહનો, સ્કુલબસ, ફાયરના વાહનો માટે મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"