નવા ફલેટમાં તિરાડો પડતાં બિલ્ડરને પંદર હજારનો દંડ

0
88

અમદાવાદ,તા.૩૦
બિલ્ડરો અને ડેવલપર્સના ગ્રાહકોને સેવામાં ખામી અને ધાંધિયાને લઇ રાજયની રેરા ઓથોરીટી સમક્ષ સતત ફરિયાદો આવી રહી છે ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઓમ શાંતિ ગોલ્ડ પ્લસની સ્કીમમાં એક ફલેટધારક ગ્રાહકે હજુ તો ફલેટનો વપરાશ પણ શરૂ કર્યો ન હતો તે પહેલાં ટાઇલ્સમાં અને પ્લાસ્ટરમાં તિરાડો પડી જતાં ફરિયાદી મહિલાએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ન્યાય માટે રેરા ઓથોરીટીના દ્વાર ખખડાવ્યા હતા. જેની સુનાવણીમાં રેરા ઓથોરીટીના ચેરપર્સન ડો.મંજુલા સુબ્રમણ્યમ અને સભ્ય એચ.ડી.વ્યાસની બેંચે બિલ્ડરપક્ષ તરફથી મુદત મંગાતા રૂ.૧૫ હજારની કોસ્ટ બિલ્ડરને ફટકારી હતી અને ફરિયાદી મહિલાને રૂ.૧૫ હજારની દંડની રકમ બિલ્ડર પાસેથી અપાવી હતી. બિલ્ડરો અને ડેવલપર્સની લાલિયાવાળીના કિસ્સાઓમાં રેરા ઓથોરીટીનો આ હુકમ રાજયભરના ગ્રાહકો માટે ઘણો ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે. કારણ કે, રેરા ઓથોરીટીએ આ કેસમાં મહત્વનું અવલોકન કર્યું હતું કે, ફરિયાદી મહિલાએ તા.૨૦૪-૨૦૧૮ના રોજ પ્રતિવાદી બિલ્ડરને રજિસ્ટર એડિ પત્ર દ્વારા તેમના ફલેટમાં ક્ષતિયુકત, નબળા બાંધકામ અને ઉતરતી ગુણવત્તાવાળા માલસામાન વાપરવા બાબતે ફરિયાદ કરી હતી અને તે રીપેર કરવા અનુરોધ કર્યો હતો. રેરા કાયદાની કલમ-૧૪(૨) હેઠળ ફરિયાદી જયારે પોતાના ફલેટના બાંધકામની ક્ષતિઓ કે નબળી ગુણવત્તા અંગે પ્રમોટરને જાણ કરે ત્યારે ૩૦ દિવસની અંદર બિલ્ડર-ડેવલપર્સે પોતાના ખર્ચે તે ક્ષતિ કાયદાકીય જવાબદારી છે. આ પ્રકારની કાયદાકીય જવાબદારી બાંધકામ પૂર્ણ થયા પછી પાંચ વર્ષ સુધી ચાલુ રહે છે તેમછતાં પ્રમોટરે આ બાબતે ફરિયાદીને કોઇ જવાબ આપ્યો નથી કે, તેમના મકાનનું સમારકામ પણ કરાવી આપ્યું નથી. ઉપરાંત, જા રેરા ઓથોરીટી પાસેથી બિલ્ડર કે ડેવલપર્સ દ્વારા મુદત માંગવામાં આવે તો, કોસ્ટ આપવા અંગે હુકમ કરવાની સત્તા પણ ઓથોરીટીને આપવામાં આવી છે ત્યારે પ્રસ્તુત કેસમાં ફરિયાદીને રૂ.૧૫ હજારની કોસ્ટ બિલ્ડરે ચૂકવી આપવાની બને છે.
ફરિયાદી મહિલા ગ્રાહક તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલાએ પોતાના ફલેટનું વાસ્તુપૂજન તા.૨૮મી જૂન,૨૦૧૮ના રોજ રાખ્યું હતું અને પોતાના કુટુંબીજનો અને મહેમાનોને આમંત્રણ પણ આપી દીધુ હતું. ફરિયાદી તરફથી આ આમંત્રણપત્રિકા પણ રેરા ઓથોરીટી સમક્ષ રજૂ કરી સમગ્ર કેસની ગંભીરતા સમજાવવામાં આવી હતી.
સમિતિના પ્રમુખ મુકેશ પરીખની દલીલો ગ્રાહ્ય રાખી રેરા ઓથોરીટીએ ઉપરમુજબ મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો. એટલું જ નહી, રેરા ઓથોરીટીના મૌખિક હુકમ મુજબ, બિલ્ડરને ફરિયાદી મહિલાના ન્યુ બ્રાન્ડ ફલેટમાં રસોડાના તિરાડ પડી ગયેલા ડિફેકટીવ ટાઇલ્સ બદલને નવા નક્કોર ટાઇલ્સ પોતાના ખર્ચે લગાવી સાથે સાથે નાનુ મોટુ રીપેરીંગ કરી આપવાની ફરજ પડી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY