રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર રિલીઝ થયું

0
135

મુંબઈ,તા.૧૩
રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર લોન્ચ કરી દેવાયુ છે. આ ફિલ્મમાં ડાન્સ રિયાલીટી શોના પાર્ટિસિપેંટ રાઘવ જુયાલ, પુનિત જે પાઠક અને ધર્મેશ યેલાંડે લીડ રોલમાં જાવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર જાઇને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ભરપૂર કોમેડી સાથે આ ફિલ્મ લોકોને ખૂબ હસાવશે.
ફિલ્મના ટ્રેલરમાં ત્રણેય અભિનેતા જે સારા દોસ્ત પણ છે તે એક જ છોકરીના પ્રેમમાં પાગલ જોવા મળે છે. નવાબઝાદેમાં સ્ટોરી ત્યારે રસપ્રદ બને છે જ્યારે છોકરીના ચક્કરમાં રાઘવ, પુનિત અને ધર્મેશ જાળમાં ફસાઈ જાય છે, ત્યારબાદ એક બાદ એક એવી સિચુએશન બને છે કે દર્શકોને તે હસવા માટે મજબુર કરશે. આ ફિલ્મથી જયેશ પ્રધાન પોતાની ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ફિલ્મને રેમો ડિસુઝાએ પ્રોડ્યુસ કરી છે, આ ફિલ્મ ૨૭જુલાઈના રોજ રીલીઝ થવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY