નવાબખાન પઠાણના પૌત્રના જુગારધામ પર દરોડા, ૬ની અટકાયત

0
85

અમદાવાદ,તા.૯
રવિવારે મોડી રાત્રે અમદાવાદના એક બિલ્ડરને ત્યાં પોલીસના દરોડા પડ્યા હતા. દાણીલીમડા સ્થિત નવાબ ખાનના બંગલા ઉપર રેડ પાડી હતી. રેડમાં પોલીસે બિલ્ડરના પુત્રને જુગાર રમતા ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે અન્ય પાંચ લોકોની પણ અટકાયત કરી છે. રેડ દરમિયાન પોલીને લાખો રૂપિયા રોકડા સહિતનો મોટો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ઘટનાની વિગત પ્રમાણે, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસને એક બિલ્ડરના બંગલામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસને જે જગ્યાએ જુનાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી તે મકાન બિલ્ડર નવાબ ખાનનું હતું. પોલીસે બંગલામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી ત્યાં પોલીસની ટીમે રવિવારે મોડી રાત્રે રેડ કરી હતી. પોલીસે દાણીલીમનડા સ્થિત બિલ્ડર નવાબ ખાનના બંગલા પર દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન પોલીસને નવાબ ખાનના પુત્ર સલિમ ખાન સહિત કુલ ૬ લોકો જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યાં હતા. પોલીસ બિલ્ડરના પુત્ર સહિત છ લોકોની અટકાયત કરી હતી.
પોલીસને સ્થળ ઉપર આશરે ૭.૧૫ લાખ રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY