ઇસ્લામાબાદ,તા. ૧૩
પનામા પેપર કેસમાં જેલની સજા થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લાહોર પહોંચતાની સાથે જ ધરપકડ કરવાનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. નવાઝ શરીફ બ્રિટનથી પાકિસ્તાન આવવા માટે રવાના થયા ત્યારથી જ તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાનમાં હિંસાની દહેશત પણ દેખાઈ રહી છે. આવી Âસ્થતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. ગયા શુક્રવારના દિવસે પાકિસ્તાની ટ્રીબ્યુનલ કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમને અપરાધી ઠેરવ્યા હતા અને સજા ફટકારી હતી. બંનેની ગેરહાજરીમાં આ સજા કરવામાં આવી હતી. બંને એ ગાળામાં લંડનમાં હતા. નવાઝ શરીફના પÂત્ન બિમારી હોવાની માહિતી મળી રહી છે. નવાઝ શરીફે આક્ષેપ કર્યો છે કે, ખોટી ન્યાયિક પ્રક્રિયાનો તેઓ શિકાર થયા છે. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





