આપ નેતા નવીન દાસની હત્યા મામલે ત્રણની ધરપકડ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૧
આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીના નેતા નવીન દાસની હત્યાને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ગાઝિયાબાદ પોલીસે ખુલાસો કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. પુછપરછમાં સમલૈંગિક સંબંધોનો ખુલાસો થયો છે.
એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓના નામ તૈય્યબ, તાલિબ અને અમર ખાન છે. તેમની પાસેથી ૪ લાખ ૮૫ હજાર રૂપિયા, નવીનનો આઈફોન, અન્ય પેપર, સ્કૂટી, ૩ મોબાઈલ સહિત અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પુછપરછમાં તૈયબે કબુલ્યું હતું કે, લગભગ દોઢ વર્ષ પહેલા તેના નવીન દાસ સાથે સમલૈંગિક સંબંધો હતાં. બંને દિલ્હીમાં ગે પાર્ટીઓ પણ યોજતા હતાં. કેટલાક સમયથી નવીન પર લિવઈનમાં રહેવાનું દબાણ કરી રહ્યા હતાં. આમ ના કરવા પર તેમના સંબંધોની જાણ પરિવારને કરી દેવાની ધમકી આપી હતી. આ ડરના કારણે જ નવીનની હત્યા કરી દીધી હતી. એસએસપીનું કહેવું છે કે, આ કેસના અન્ય પાસાઓ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
નવીન અને તૈયબની મુલાકાત દોઢ વર્ષ પહેલા એક ગે પાર્ટીમાં થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે સંબંધો બંધાયા હતાં. બંને એટલા નજીક આવી ગયાં હતાં કે દેશભરમાં સાથે ફરવા પણ લાગ્યા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY