સૂરતઃ
આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ આજરોજ સુરતની નવી સીવીલ હોસ્પિટલના વિવિધ વોર્ડની આકસ્મિક મુલાકાત લઈને વિવિધ સૂચનો કર્યા હતા.
આ વેળાએ મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોને સસ્તી, સારી અને ઝડપી આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર બજેટમાં કરોડોની ફાળવણી કરે છે. ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આરોગ્ય સેવાનો લાભ મળે છે કે, કેમ તેની જાત માહિતી મેળવવા માટે મંત્રીએ મુલાકાત લીધી હતી. હોસ્પિટલ સારી રીતે ચાલે તે માટે રાજય સરકાર અને ડોકટરોની ટીમો સાથે મળીને કાર્ય કરવું પડશે. જે કંઈ ખામીઓ હશે તે દુર કરવામાં આવશે. લોકોને સારી અને સંતોષજનક સેવાઓ મળી રહે તે માટે પ્રમાણિકતાથી કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો. સરકારી હોસ્પિટલમાં આવતો દર્દી સતુષ્ટિના ભાવ સાથે સારવાર લઈને જાય તેવો આ સરકારનો હેતુ રહેલો છે. તેમણે કહ્યું કે, હોસ્પિટલના ડોકટરો પ્રાઈવેટ નોકરી કરતા હોય તો તેઓને ટાઈમે જવું પડતુ હોય તો સરકારી હોસ્પિટલમાં કેમ નહી. ડોકટરોમિત્રોએ નીતિનિયમો પ્રમાણે માનવતાના ધોરણે પોતાની સેવાઓ બજાવે તે જરૂરી છે. જેથી સમયસર કામ પર ન આવનારા ડોકટરોની બેદરકારી ચલાવી લેવાશે નહી તેવી તાકીદ પણ મંત્રીએ કરી હતી. મંત્રીએ સી.ટી.સ્કેન મશીન અંગે વિગતો આપતા કહ્યું કે, ટેન્ડરીગ પ્રક્રિયા કરી દેવામાં આવી છે. એક મહિનામાં સાડા ચાર કરોડના ખર્ચે અદ્યતન સી.ટી.સ્કેન મશીન ઉપલબ્ધ થશે. દર મંગળવારે હોસ્પિટલ ખાતે ઓપન ઈન્ટરવ્યું લેવામાં આવે છે. જે ડોકટરો સેવા કરવા માંગતા હોય તેઓને તત્કાલિક પોસ્ટીગ પણ આપવામાં આવે છે.
આ વેળાએ હોસ્પીટલમાં લાંબી લાઈનો, દાઝેલાના વોર્ડમાં એ.સી.બંધ હોવી, સીક્યુરીટી અને સફાઈનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો પણ વહેલી તકે નિકાલ આવે તેવી હૈયાધરપત મંત્રીએ આપી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"