નવરાત્રી મહોત્સવના સમાપન સાથે આજે અને કાલે રાવણ દહન કાર્યક્રમ

0
15

સુરત, તા. ૧૮
નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે જ શહેરમાં આજે અને કાલે દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં આજે રાવણ દહન થશેï જ્યારે આદર્શ રામલીલા મહોત્સવ દ્વારા આવતીકાલે રાવણ દહનની ઉજવણી થશે.
નવરાત્રિ મહોત્સ્વ દરમિયાન ગતરોજ બપોર બાદ નવમી શરૂ થઈ હતી જે આજે બપોર સુધી રહેશે અને બપોર બાદ દસમી શરૂ થવાની છે તેથી દશેરા ïઉજવણીમાં દ્વિધા ઉજવણી થઈ છે કેટલાક મંડળોï દ્વારા આજે દશેરો ઉજવાશે જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આવતીકાલે રાવણ દહન કરીને દશેરો ઉજવાશે. લીંબાયતમાં દશેરા ઉત્સવ સમિતિ દ્વારા આજે સાંજે ૬ વાગે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ૭૦ ફૂટ ઊંચા રાવણનું દહન કરીને વિજ્યાદશમી ઉજવાશેï. આ ઉપરાંત શહેરના અન્ય વિવિધ વિસતારોમાં પણ આજે જ દશેરો ઉજવાઈ રહ્ના છે. સુરત આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવે છે વેસુ ખાતે રામલીલા મેદાનમાં આવતીકાલે સાંજે રાવણ દહનની સાથે વિજ્યાદશી ઉજવાશે રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહન પ્રસંગે ભવ્ય અતિશબાજી કરવામાં આવે છે જાવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ભેગા થતા હોય છે. ભગવાની શ્રીરામે રાવણનું વધ કરીને આસુરી શક્તિ પર દૈવી શક્તિએ વિજય મેળવ્યો હતો. જે વિજ્યા દશમી તરીકે ઉજવાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY