સુરત, તા. ૧૮
પાલનપુર પાટીયા તથા અડાજણ ગેસ સર્કલથી લાલજી નગર તરફ જવાના રસ્તા પર બે મહિલાઅોના મોબાઈલ ફોન આંચકી અજાણ્યા ઈસમો અને મહિલાઅો ફરાર થઈ ગઈ હોવાનો બનાવ રાંદેર તથા અડાજણ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર પ્રેરણાનગર સોસાયટીમાં રમીલાબેન લાપસીવાળા તથા અડાજણ રીવેરા ટાવર સ્વામી નારાયણ મંદિર પાસે ડીમ્પલબેન પટેલ રહે છે. ગતરોજ રમીલાબેન લાપસીવાળા પાલનપુર પાટીયા ગણેશ મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યો રિક્ષા ચાલક તથા ૨૫ થી ૩૦ વર્ષની બુરખાવાળી સ્ત્રી તેમની પાસે આવી પર્સ ખોવાયું છે તેમ જણાવી તેમનું પર્સ ચેક કરી તેમાંથી રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જ્યારે ડીમ્પલબેન પટેલ ગતરોજ અજાણ્યા ગુજરાત ગેસ સર્કલ પાસેથી કાર લઈને ઉભા હતા. ત્યારે તેમની નજર ચૂકવી અોપન બોક્સમાંથી ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



