બગવાડા ટોલનાકા પાસે ટેમ્પોમાંથી ૭.૧૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
91

બગવાડા ટોલનાકા પાસે એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન દમણ તરફથી આવતા એક ટેમ્પોને રોકવાનો ઈશારો કરતા ચાલક અને તેનો સાથી ટેમ્પો રસ્તા પર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેમ્પોની તલાસી લેતાં તેમાંથી રૂ. ૭.૧૨ લાખના દારૂનો જથ્થો મળી આવતાં ટેમ્પો સહિત મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ પારડી પોલીસ મથકમાં સોંપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમ બગવાડા હાઈવે ટોલનાકા ઉપર પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન સુરત તરફ જવાની લેન પર દમણ તરફથી આવતાં ટેમ્પો નં.(જીજે-૧૫-ઝેડ-૫૮૩૬)ને રોકવા ઈશારો કરતાં ગાડીનો ચાલક અને તેનો સાથી ટેમ્પો રસ્તા પર મૂકી ભાગી છુટ્યા હતા. એલસીબી ટીમે ટેમ્પોની તલાસી લેતાં તેમાંથી વિવિધ બ્રાન્ડના દારૂની બોટલ નંગ ૫૮૪૪ કિં. રૂ. ૭,૧૨,૮૦૦ મળી આવતાં રૂ. ૩.૫૦ લાખનો ટેમ્પો સહિત કુલ રૂ. ૧૦,૬૨,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY