નવસારીમાં ગુનાખોરીનો અડ્ડો છતાં સીસીટીવી કેમેરા લગાવવામાં તંત્રની લાલીયાવાડી

0
96

નવસારી,
તા.૫/૮/૨૦૧૮

નવસારી જિલ્લામાં ગત થોડા મહિનાઓથી ગુનાખોરી વધી છે. ચોરોને પકડવા જિલ્લા પોલીસની મથામણ છતાં ચોર-તસ્કરો પોલીસને હાથ તાળી આપી રહ્યાં છે. નવસારી શહેરમાં લોકોને સીસીટીવી કેમેરા લગાવવા ફરજ પાડતુ તંત્ર ખુદ સીસીટીવી કેમેરા લગાવવામાં આળસ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જેમાં પણ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા હાલમાં ગાયબ થઇ ગયા છે.

નવસારીમાં ચોરી મારામારી લૂંટ જેવી ગુનાખોરી વધી છે. પોલીસ ગુનાખોરીને ડામવા મથામણ કરે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે નવસારી શહેરમાં પોલીસ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ સીસીટીવી કેમેરાના પ્રોજેકટને અમલમાં મુકવામાં આવે, તો વાહન ચોરી અને છેતરપિંડીના ગુનાઓ બનતા અટકાવવામાં પોલીસને સરળતા રહી શકે છે. જેમાં નવસારી નગર પાલિકાએ પણ સંપૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી છે.

નવસારી જિલ્લા પોલીસ દ્વારા બે વર્ષ અગાઉ નવસારી શહેરમાં પીપીપી પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ થી વધુ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયુ હતું. જેમાં પ્રારંભિક ધોરણે નવસારી રેલ્વે સ્ટેશન, હાઈ-વે, ગ્રીડ ચાર રસ્તા પાસે અને ગણેશ સિસોદ્રાથી ઇટાળવા તરફ જવાના માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવાયા હતા. પરંતુ હવે અહીં કેમેરામાં દેખાઇ રહ્યા નથી. ત્યારે આ કેમેરા કાઢી નખાયા કે ગાયબ થઇ ગયા છે તે તપાસનો વિષય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY