જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ સહિત કુલ ૯૭ જેટલા પદાધિકારીઓ/ અધિકારીઓ/ મહાનુભાવો શિક્ષણ કાર્ય અને શાળાના મૂલ્યાંકન માટે જિલ્લાના ગામડાંઓ ખુંદશ
રાજપીપળા:
રાજય સરકાર ધ્વારા ગત ૨૦૦૯ ના વર્ષથી શરૂ કરાયેલા રાજય વ્યાપી ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજયમાં તા. ૬ અને ૭ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન યોજાનારા ૮ માં ગુણોત્સવ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડ, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ રૂચિકાબેન વસાવા સહિત ૧૮ જેટલા રાજયકક્ષાના પદાધિકારીઓ-અધિકારીઓ અને ૭૯ જેટલા કક્ષાના પદાધિકારીઓ-અધિકારીઓ મળી કુલ ૯૭ જેટલા પદાધિકારીઓ-અધિકારીઓ જિલ્લાની કુલ ૭૪૬ જેટલી પ્રાથમિક શાળાઓના ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે પૈકી ૧૯૪ જેટલી શાળામાં પદાધિકારીઓ/ અધિકારીઓ અને મહાનુભાવો ધ્વારા બાહ્ય મૂલ્યાંકન કરાશે જયારે ૫૫૨ જેટલી શાળાના સ્ટાફ અને SMC ધ્વારા સ્વમૂલ્યાંકન કરાશે.
જિલ્લા કલેકટર આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયાની રાહબરી હેઠળ જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમ ના આયોજન મુજબ જિલ્લામાં મહાનુભાવો ધ્વારા ૧૯૪ જેટલી શાળામાં ધો-૨ થી ધો-૮ માં વાંચન, લેખન અને ગણન ચકાસાશે. ધો-૬ થી ધો-૮ માં બીજા સત્રના અભ્યાસક્રમમાંથી OMR પધ્ધતિથી જનરલ ૧૦૦ ગુણની કસોટી લેવાશે. તેની સાથોસાથ જે તે શાળામાં ઉપસ્થિત વિવિધ પ્રકારની ભૌતિક સુવિધાઓની પણ ચકાસણી કરી ૦ થી ૧૦ માં તેનું મૂલ્યાંકન કરાશે. ગુણોત્સવ કાર્યક્રમના અંતે જે તે શાળામાં વાલીઓ અને SMC ના સભ્યો સાથે બેઠક યોજીને શાળાનું શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટેના રચનાત્મક સૂચનો મેળવાશે અને તે અંગે ચર્ચા વિચારણા કરશે. આજે રાજપીપલા દરબાર રોડ ની પ્રયોગ શાળા માં ગુણોત્સાવ માં વ્યસ્ત બાળકો તસ્વીર માં નજરે પડે છે સાથે આચાર્ય અને શિક્ષક નિરીક્ષણ કરતા જોવા મળે છે
ચીફ રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મોં.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"