નવસારી રેલ્વે સ્ટેશનના શૌચાલયમાથી મળેલી બાળકીની હત્યારી મહિલા ઝડપાઇ

0
96

નવસારી,
તા.૨૯/૦૩/૨૦૧૮

પ્રેમીએ લગ્નની ના પાડી તો તેની દિકરીની હત્યા કરી નાખી

નવસારી રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી મળેલી બાળકીની લાશ કેસમાં હત્યારી મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે.મહિલાએ બાળકીની હત્યા માટે આપેલું કારણ ચોંકવનારું છે.હવસખોર મહિલાએ કહ્યું હતું કે બાળકીના પિતા સાથે પ્રેમ સંબધ હતો. બે વખત એર્બોશન પણ કરાવ્યું હતું પણ તેમ છતા બાળકીનો પિતા લગ્ન કરવાની ના પાડતો હતો એટલે તેની ૫ વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. પોલીસ પણ મહિલાની વાત સાંબળીને ચોંકી ઉઠી હતી કે વાસના માટેની આ તે કેવી ક્રુરતા કે નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી.

મુંબઈના નાલાસોપારા થી પાંચ વર્ષીય બાળકી અંજલિ ને અપહરણ કરી એક યુવતી ટ્રેનમાં નવસારી લાવી અંજલિ ને મોત ને ઘાટ ઉતારી નવસારી ના રેલ્વે સ્ટેશનના શૌચાલય ફેંકી ને ફરાર થઈ ગઈ હતી.જેની લાશ રવિવારની સાંજે મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.જેમાં નવસારી રેલ્વે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી વધુ તપાસ મુંબઈ નાલાસોપારા પોલીસે હાથ ધરી હતી જેમાં અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર યુવતી ને બુધવારે નાલાસોપારા પોલીસે ઝડપી પાડી હતી.

બનાવની મળતી માહિતી મુજબ,રવિવારે એક અજાણી બાળકી મૃતદેહ નવસારી રેલ્વે સ્ટેશન પરથી મળી આવતા રેલ્વે પોલીસ દોડતી થઈ હતી.જેમાં પોલીસે આ બાળકી ગુમ થયાનો રીપોર્ટ દરેક પોલીસ સ્ટેશનમાંથી મેળવવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં આ બાળકીનુ મુંબઈ ના નાલાસોપારા ની અંજલી સંતોષ સરોજ હોવાનું જણાયું હતું.

આ અનિતા નામની ૩૮ વર્ષીય યુવતી ને મૃતક બાળકી અંજલિ ના પિતા સંતોષ સાથે પ્રેમ સંબંધ હોય જેમાં અનિતાએ બે વખત અબોર્શન પણ કરાવ્યું હોય અને અનિતા પ્રેમી સંતોષ ને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતી હોય પરંતુ સંતોષ લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકા અનિતાએ પ્રેમી સંતોષ ની ૫ વર્ષીય પુત્રી નું અપહરણ કરી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.હાલતો નાલાસોપારા પોલીસે પ્રેમિકા અનિતા ની ધરપકડ કરી બાળકી ની હત્યા ક્્યાં કરી હતી અને કઈ ટ્રેન માં બાળકી ને લઈ ને નવસારી પોહચી હતી એ અંગે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY