૨૦૦૫ના બહુચર્ચિત નેવી વોર રૂમ લીક મામલે સીબીઆઈ કોર્ટે ફરમાવ્યો ચુકાદો

0
76

ન્યુ દિલ્હી,તા.૧૧
૨૦૦૫ના બહુચર્ચિત નેવી વોર રૂમ લીક મામલામાં તીસ હજારી કોર્ટે મોટો ચુકાદો ફરમાવ્યો છે. તીસ હજારી કોર્ટમાં સીબીઆઈની સ્પેશયલ કોર્ટે સેવાનિવૃત્ત કેપ્ટન સલમસિંહ રાઠૌડને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. સલમસિંહને ૧૯૨૩ના ઓફિશિયલ સિક્રેટની સેક્શન-થ્રી ક્લોઝ સી હેઠળ સજા ફટકારવામાં આવી છે.
જો કે આ મામલામાં સેવાનિવૃત્ત કમાન્ડર જરનૈલ સિંહને મુક્ત કરી દેવામાં આવ્યા છે. ૨૦૦૫માં એક ગુપ્ત તપાસ બાદ નેવી વોર રૂમ લીકનો મામલો સામે આવ્યો હતો. તેમા ખુલાસો કરવામાં આવ્યો હતો કે નૌસેના સંબંધિત ઘણાં ગુપ્ત દસ્તાવેજ અને ભવિષ્યની યોજનાઓ હથિયાર સપ્લાયરને લીક કરવામાં આવી હતી.
આ મામલો ૨૦૦૬માં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. બાદમાં સીબીઆઈએ હથિયાર વેચનારાઓની સાથે ઘણાં અધિકારીઓ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ગત શનિવારે પણ નેવી વોર રૂમ લીક કેસના મામલે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સલમસિંહ રાઠૌડને દોષિત ઠેરવ્યા હતા. સીબીઆઈએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે સલમસિંહની પાસેથી ૧૭ ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. તેનો સીધો સંબંધ નેવીના જ હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY