ન્યુ દિલ્હી,તા.૮
તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસોમાં નિષ્ફળતા મળી છે. ટીડીપીના બંને મંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. અગાઉ ઉવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડૂ સાથે ફોન પર વાત કરી, જે લગભગ ૨૦ મિનિટ સુધી ચાલી. આ પહેલાં આંધ્રપ્રદેશના ઝ્રસ્ ચંદ્રબાબૂ નાયડૂએ ગુરૂવારે વિધાનસભામાં કહ્યુ હતું કે, “કેન્દ્રથી અને રાજ્ય સરકારમાંથી ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભાજપના મંત્રીઓએ રાજ્યમાં સારા કામ કર્યા છે. તેના માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે નારાજએ બુધવારે રાત્રે સરકારમાંથી અલગ થવાનું નિર્ણય લીધો હતો.” આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને દ્ગડ્ઢછમાં ઘમાસાણ જાવા મળી રહ્યા છે. આંધ્ર સરકારમાં ભાજપના મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. ભાજપના મંત્રીઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની ઓફિસે જઈને પોતાના રાજીનામા સોંપ્યા છે.
આંધ્રપ્રેદશને ખાસ રાજ્યનો દરજ્જો આપવા પર રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં ચંદ્રબાબુ નાયડુ સરકારે ભાજપ ક્વોટાના બે મંત્રીઓને પોતાનું ત્યાગપત્ર આપી દીધું છે. આ બધાની વચ્ચે સીએમ નાયડુએ વિધાનસભાને સંબોધિત કરતાં મોદી સરકારથી અલગ થવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. નાયડુએ કહ્યુ કે ચાર વર્ષમાં ૨૯ વખત દિલ્હી જવા છતાંય આપણને વડાપ્રધાનની તરફથી નિરાશા જ હાથ લાગી. નાયડુએ આ દરમ્યાન પોતાની સરકારનો હિસ્સો રહી ચૂકેલા મંત્રીઓના વખાણ પણ કર્યા.
વિધાનસભામાં સીએમ ચંદ્રબાબુ નાયડુએ પોતાના મંત્રીઓના રાજીનામાં આપવાની વાત કરતાં કહ્યુ કે કેન્દ્રીય કેબિનેટમાં આપણા મંત્રીઓ અને આપણી કેબિનેટમાં ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. જા કે આ મંત્રીઓ (ભાજપના)એ રાજ્યમાં સારું કામ કર્યું છે. તેમણે પોતાના વિભાગોમાં સારા સુધારા કર્યા છે. હું તેમની સેવાઓ માટે આભારી છું.
સીએમ નાયડુંએ કહ્યુ કે હું ૨૯ વખત દિલ્હી જઇને પીએમ મોદી પાસે આંધ્રપ્રદેશનો હાથ પકડવા માટે મુલાકાત કરી અને મદદ માંગી. પરંતુ તેમની તરફથી કોઇ પહેલ થઇ નહીં. નવી રાજધાનીને વિકસિત કરવા માટે ફંડ, પોલાવરમ પ્રોજેક્ટ, અને વિશાખાપટ્ટનમ માટે આપેલા વચન સુધ્ધાં પૂરા કર્યા નથી. નાયડુએ કહ્યુ કે આંધ્રપ્રદેશ વિભાજન એક્ટની અંતર્ગત કરાયેલ તમામ ૧૯ વચનોનું સમ્માન થવું જાઇએ.
કેન્દ્ર સરકારથી અલગ થવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવતા નાયડુએ વિધાનસભામાં કહ્યુ કે અરૂણ જેટલીએ બુધવારના રોજ જે કહ્યુ તે સારું નથી. તમે પૂર્વોત્તર રાજ્યોનો હાથ મજબૂતીથી પકડી લીધી છો પંરતુ આંધ્રપ્રદેશનો નહીં. તમે તેને ઔદ્યોગિક પ્રોત્સાહન આપી રહ્યાં છો પરંતુ આંધ્રની સાથે આવું કંઇ પણ કરી રહ્યાં નથી. આ ભેદભાવ કેમ છે?
આ બધાની વચ્ચે ટીડીપી ક્વોટાના મંત્રી અશોક ગજપતિ રાજુએ રાજીનામું આપવાની પુશ્તિ કરતાં કહ્યુ કે મેં મારા રાજીનામાં પર સહી કરી દીધી છે. તેને સોંપવા માટે હું તૈયાર છું. અમે પીએમ મોદી સાથે વાત કરવાં માંગીએ છીએ અને તેમને અમારા રાજીનામાં અંગે બતાવા માંગીએ છીએ.
નાયડુએ વિધાનસભામાં પોતાના સંબોધન દરમ્યાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતાં વિધાનસભા સ્પીકરને રાષ્ટ્રીય વિમિન પાર્લેમેન્ટ સફળતાપૂર્વક આયોજીત કરવા માટે અભિનંદન પાઠવ્યા. નાયડુએ કહ્યુ કે આ સમિટને વિદેશમાંથી પણ શાબાશી મળી. તેમજ નાયડુએ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય અને નવજાત બાળકો માટે ચલાવામાં આવી રહેલ યોજનાઓ અંગે પણ માહિતી આપી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"