આમોદ:
૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે વિશ્વ મહિલા દીન ની ઉજવણી કરવામા આવી હતી આજ રોજ આમોદ રેફરલ હોસ્પિટલમાં જેટલી પણ બાળકીઓ એ જન્મ લીધો હતો તે તમામ બાળાઓ ને સરકાર દ્વારા
ચાંદીનો સિક્કો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ હાજર તમામ લોકોને મીઠાઈની વેહચણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વિલાસ બેન રાજ તેમજ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ જશુંબેન ઠાકોર તથા આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજીદભાઈ રાણા, આમોદ આરોગ્ય રેફરલ હોસ્પિટલના સિનીયર ડૉ.પરેશ શર્મા તથા ડૉ.સંજય તેમજ ડૉ.વરુણ વસાવા તથા સ્ટાફગણ શકીલ ચણાવાલા,ધરમેન્દ્ર તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: મહમદ ખત્રી, આમોદ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"