ભારતનો એકાધિકાર ખતમ ! નેપાળને બિઝનેસ માટે મળ્યા ચીનના ચાર બંદર

0
8

કાઠમાંડુ,તા.૮
ભારતને અલગ પાડી દેવા માટે ચીને નેપાળને લલચાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરિણામે ચીન, નેપાળને પોતાના ચાર બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. નેપાળ સરકારે શુક્રવારે આ વાતની જાણકારી આપી. એમ પણ માનવામાં આવે છે કે ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે.
અત્યારે નેપાળ આવશ્યક વસ્તુઓ અને ઇંધણ માટે મોટાભાગે ભારત પર નિર્ભર છે. બીજા દેશો સાથે વેપાર કરવા માટે નેપાળ ભારતના બંદરોનો પણ ઉપયોગ કરે છે. પરંતુ વ્યાપારિક ગતિવિધિઓને લઇને નેપાળ જે રીતે ચીનની નજીક જઇ રહ્યું છે, તેનાથી ભારત સાથેના તેના સંબંધોમાં ખટાશ આવવાની આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે. નેપાળે ઇંધણના પુરવઠા માટે ભારત પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની દ્રષ્ટિએ ચીન પાસે તેના બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ અને ૨૦૧૬માં ભારતે ઘણા મહિનાઓ સુધી નેપાળનો તેલનો પુરવઠો અટકાવી દીધો હતો. તેના કારણે નેપાળ સાથેના ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
નેપાળ અને ચીનના અધિકારીઓએ કાઠમંડુમાં શુક્રવારે થયેલી એક મીટિંગમાં પ્રોટોકોલને અંતિમ રૂપ આપ્યું. આ હેઠળ નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, ઝાજિયાંગ અને તિયાનજિન બંદરો ઉપયોગ કરી શકશે. તિયાનજિન બંદર નેપાળની સરહદથી સૌથી નજીકનું બંદર છે, જે આશરે ૩૦૦૦ કિમી દૂર છે. આ રીતે ચીને લંઝાઊ, લ્હાસા અને શિગાટ્‌સ લેન્ડ પોર્ટોં (ડ્રાઇ પોટ્‌ર્સ)નો ઉપયોગ કરવાની પરવાનગી પણ નેપાળને આપી દીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY