ન્યુ દિલ્હી,તા.૮
એરો ઇન્ડિયા શોના વેન્યુને લઇને ચાલી રહેલી અનિશ્ચિતતા હવે પૂરી થઇ ગઇ છે. શનિવારે નિર્ણય લેવામાં આવ્યો છે કે એરો ઇન્ડિયા શો અને ડિફેન્સ એક્ઝિબિશનનું આયોજન બેંગલુરુમાં થશે. દેશનો સૌથી મોટો એર શો કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ૨૦થી ૨૪ ફેબ્રુઆરીમાં થશે. રક્ષા મંત્રાલય તરફથી આ આયોજનની ઘોષણા કરવામાં આવી છે.
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૫ દિવસીય આ ઇવેન્ટમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ લીડર્સ અને મોટા રોકાણકારો સાથે આ આયોજનમાં વિશ્વભરના અનેક થિંક ટેંક પણ ભાગ લેશે.
આ એક્ઝિબિશનનાં આયોજન સ્થળને લઇને ગત મહિને પ્રશ્નો ઉભા થયા હતા, યુપીના સીએમ યોગી આદિત્યનાથે રક્ષા મંત્રી નિર્મલા સીતરમનને અપીલ કરી હતી કે આ શોનું આયોજન લખનઉમાં કરવામાં આવે. યોગીના આગ્રહ બાદ કર્ણાટકના લોકો અસહજ થઇ ગયા હતા. એટલું જ નહી કર્ણાટકના ભાજપના પ્રમુખે પણ આ માંગને ગેરવાજબી બતાવી હતી.
ભાજપના સ્ટેટ પ્રઝિડન્ટ બી.એસ .યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, યુપી સરકાર આ આયોજનને લખનઉમાં શિફ્ટ કરવા માંગે છે, પરંતુ હું અને મારા મંત્રી આવું થવા નહીં દઈએ. અમે કોઇપણ ભોગે એર શો બેંગલુરુમાં જ કરાવીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




