કાઠમાંડુ,તા.૯
ભારતમાં સોમવારથી શરૂ થઈ રહેલાં બિમ્સટેક દેશોના પહેલા સૈન્ય અભ્યાસમાં નેપાળ ભાગ નહીં લે. નેપાળના મીડિયા રિપોટ્સ મુજબ સૈન્ય અભ્યાસને લઈને સત્તારૂઢ પક્ષના નેતાઓએમાં અસંતોષ હતો. તેથી વડાપ્રધાન કેપી ઓલીએ તેને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ડ્રિલ પુણેમાં એક અઠવાડીયા સુધી ચાલશે.
કાઠમંડુ પોસ્ટ મુજબ વિશેષજ્ઞોએ કહ્યું હતું કે અભ્યાસ માટે કૂટનીતિક સમજૂતી નહીં થવાથી નેપાળને કોઈ ફાયદો નહીં મળે. સંબંધિત મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જ નિવેદન જાહેર કરશે.
આ વર્ષે દિલ્હીમાં બિમ્સટેક દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક મળી હતી. જે બાદ ભારતીય સેનાએ જૂનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રસ્તાવ રાખ્યો હતો. બિમ્સટેક છ દેશોનો એક સમૂહ છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાલ સામે છે. જેમનો ઉદ્દેશ્ય બંગાળની ખાડી સાથે જાડાયેલાં દેશોને આર્થિક અને ટેકનિક સહયોગ આપવાનો છે.
આ પહેલાં શુક્રવારે ચીન પોતાના ૪ બંદર અને ૩ લેન્ડ પોર્ટના ઉપયોગ કરવાની મંજૂરી નેપાળને આપી ચુક્્યું છે. એવામાં ચારેય તરફ જમીનથી ઘેરાયેલાં નેપાળની નિર્ભરતા ભારત પ્રત્યે ઘણી ઓછી થઈ જશે. પાડોશી દેશોમાં પ્રભાવ વધારવા માટે ચીન પહેલાં લોન આપવાની નીતિ અપનાવતું હતું. હવે તેઓ પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાની છૂટ આપી રહ્યું છે. ભારત માટે આ ચિંતાજનક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



