પ્યોંગયોંગ,તા.૯
પરમાણુ સંપન્ન નોર્થ કોરિયા આજે રવિવારે સૈન્ય તાકાત દર્શાવવાની સાથે પોતાની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. રવિવારે વહેલી સવારે હજારો સૌનિકોને લઇને સેંકડો ટ્રક પ્યોંગયાંગ નદીના કિનારે પહોંચી. જનવાદી લોકતાંત્રિક કોરિયા ગણરાજ્યની સ્થાપના ૧૯૪૮માં થઇ અને રવિવારે તેઓએ પોતાની ૭૦મી વર્ષગાંઠ ઉજવી. તેને હવે સત્તાવાર રીતે નોર્થ કોરિયા કહેવામાં આવે છે.
નોર્થ કોરિયાએ પોતાની સ્થાપનાની ૭૦મી વર્ષગાંઠ પર રવિવારે સૈન્ય પરેડનું આયોજન કર્યુ, પરંતુ તેણે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સનું પ્રદર્શન ના કર્યુ.
આ મિસાઇલો અમેરિકાના મુખ્ય ભૂ-ભાગ સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. પ્યોંગયાંગના મધ્યમાં કિમ જાંગ ઉનની સમક્ષ જવાનો, તોપો અને ટેંકોનું પ્રદર્શન કરવામાં આવ્યું. પરેડમાં દર્શાવવામાં આવેલી સૌથી મોટી મિસાઇલો નાના અંતરની બેટલફિલ્ડ ડિવાઇસ હતી.
વોશિંગ્ટનમાં થિંક ટેન્ક બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના ઇવાન્સ રિવેરેએ કહ્યું કે, નોર્થ કોરિયામાં વર્ષગાંઠ મહત્વપૂર્ણ હોય છે અને આ વર્ષની વર્ષગાંઠ અત્યંત મહત્વની છે. આ પ્રસંગ નેતાઓ માટે ઉપલબ્ધિઓ તેમજ રાષ્ટ્રીય શક્તિને પ્રદર્શિત કરવા તથા તેઓને શ્રેય આપવાનો અવસર ગણાય છે. સૌથી પહેલાં સૈનિકોના પ્રથમ દળે કિમ દ્વિતિય સુંગ સ્ક્વેરથી થઇને માર્ચ કરી અને સાથે જ ટેંકો અને વિમાનોનું પ્રદર્શન કર્યુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




