વિરોધના પગલે અ.મ્યુ.કો.ઝૂક્યું?,સ્વિમિંગ પૂલનું ખાનગીકરણ નહિ થાય

0
25

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા તમામ સ્વિમિંગ પુલોને ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ચારેબાજુથી વિરોધનો વંટોળ ઉભો થતા છસ્ઝ્રએ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લીધો છે. હવે છસ્ઝ્રએ સ્વિમિંગપુલનું ખાનગીકરણ કરવાનું માંડી વાળ્યું છે. રાજ્યમાં ઠેર-ઠેર વિરોધના પગલે છસ્ઝ્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
છસ્ઝ્રએ ૧૪ સ્વિમિંગપુલનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપી દીધો હતો, જે કોન્ટ્રાક્ટ હાલ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સ્વિમિંગપુલોનું ખાનગીકરણ થતાં લોકોને મોંઘવારીમાં અધિક માસ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. કારણ કે કોર્પોરેશનના અંડરમાં આવતા તમામ સ્વિમિંગ પુલોની ફી સામાન્ય છે, પરંતુ સ્વિમિંગપુલોનું ખાનગીકરણ થતા આ ફીમાં મોટો તોતિંગ વધારો કરવામાં આવી શકે છે. જેથી આ મુદ્દે શહેરીજનો સાથે કોંગ્રેસે પણ છસ્ઝ્રને ભરડામાં લીધી હતી.
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગપુલના ખાનગીકરણના નિર્ણય સામે કોંગ્રેસમાં ભારે રોષ જાવા મળ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે પાણીના ડ્રમમાં બાળકોને બેસાડીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમના આ કાર્યક્રમમાં કોંગી કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ કોંગ્રેસી નેતાઓએ છસ્ઝ્રના કમિશનર સહિત મેયર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. જેના કારણે ચારેબાજુથી વિરોધના સૂર ઉઠતા એએમસી દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY