નર્મદાના મોવી નેત્રંગ રોડ પર ગત રાત્રે હાઇવે પર વાઘ (ટાઈગર) લટાર મારતો દેખાતા વાહન ચાલકો ગભરાયા હોવાની વાત અફવા હોઈ શકે

0
453

વૉટ્સ એપ ગ્રુપ માં ફરતા વાઘ ના ફોટા અન્ય જિલ્લા ના પણ હોઈ શકે તેવું તારણ કાઢી શકાય, જંગલ વિસ્તાર માં રાત્રી સમયે જંગલી પ્રાણીઓ વારંવાર દેખા દેતા હોય છે પરંતુ વાઘ જેવું ખતરનાક પ્રાણી દેખાતા ,જતા આવતા લોકો માં ગભરાટ જરૂર ફેલાય છે.
રાજપીપલા: નર્મદા જીલ્લા ના કેટલાક જંગલ વિસ્તારો માં છાશવારે જંગલી પ્રાણીઓ જોવા મળતા હોય છે પરંતુ વાઘ સિંહ વરુ જેવા પ્રાણીઓ હાલ ન દેખાતા આ વાત બાદ ત્યાંથી પસાર થતા લોકો માં હાશકારો જોવા મળે છે જોકે અત્યાર સુધી દિપડા જેવા પ્રાણી અમુક વિસ્તારો માં જોવા મળ્યા હતા અને ખેતરો માં ખોરાક ન મળતા પાડા,પાડી જેવા પાલતુ પ્રાણીઓ તેના શિકાર બન્યા હોવાની ઘટના અગાઉ સામે આવી હતી ત્યારે આમ અચાનક મોવી નેત્રંગ રોડ પર વાઘ જેવું મોટું પ્રાણી લટાર મારતું દેખાતા હોવાની વાત ફેલાય ત્યારે આશપાશ ના લોકો માં જરૂર ફફડાટ ફેલાય છે, જોકે ગત રાત્રે દેખાયેલા વાઘે કોઈને નુકસાન પહોચાડ્યું હોવાની બાબત સામે આવી નથી છતાં આ બાબત ચોક્ક્સ ઘબરાવે તેવી કહી શકાય ત્યારે સોસીયલ મીડિયા પર ફરતા વાઘ ના ફોટા અને મોવી- નેત્રંગ રોડ ની વાત વાયુવેગે ફેલાતા લોકો માં ફફડાટ જરૂર ફેલાયો હશે પરંતુ ઘણા વર્ષો થી નર્મદા તફફ ના જંગલો માં વાઘ કે તેના જેવા મોટા પ્રાણીઓ જોવા ન મળતા આ બાબત ગળે ઉતરે તેમ નથી અને વાયરલ થયેલા આ ફોટા અન્ય જિલ્લા ના હોય શકે તેમ વન વિભાગ ના કર્મચારીઓ નું માનવું છે .
એક નિવૃત્ત વન અધિકારી ના જણાવ્યા મુજબ ઘણા વર્ષો થી ગુજરાત રાજ્ય માં વાઘ નથી ત્યારે આવા વાઇરલ મેસેજ થી ગભરાવું નહિ ગુજરાત રાજ્ય માં ઘણા વર્ષો થી વાઘ જોવા નથી મળતા ત્યારે આ તરફ ની વાત તદ્દન અશક્ય છે કદાચ ડાંગ ,વલસાડ તરફ એકાદ વાઘ લટાર મારતો જોવા મળે એમ હોય શકે પરંતુ આ વાત ખોટી છે ત્યારે વન વિભાગે આવા વાયરલ મેસેજો ની સ્પટતા  કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાશ કરી લોકો નો ડર દૂર કરવો જોઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY