નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કમઁચારીએ ઉચાપત કરતાં પોલીસ ફરીયાદ

0
622

નેત્રંગ:

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચારવડ ડેરીને તાલુકાની પ્રજાની જીવાદોરી ગણવામાં આવે છે,જેમાં ચાસલડ ડેરીના કંપાઉન્ડમાં જ છેલ્લા કેટલાક સમયથી પાલઁર વિભાગ કાયઁરત છે. જેમાં ચાસવડ ડેરીના પાલઁર વિભાગમાં કાયમી કમઁચારી તરીકે છત્રસિંહ કાંતિભાઇ વસાવા (રહે,મૌઝા) ફરજ બજાવે છે, જેમાં ૧ માચઁ થી ૪ માચઁ એટલે કે ચાર દિવસનો પાલઁર વિભાગમાં થતો રોજે-રોજનો વકરો ડેરીના નીતી-નિયમો મુજબ મુખ્ય ઓફિસમાં જમા કરવવાનો હોય છે, પરંતુ ડેરીના કમઁચારીએ વકરો ડેરીની મુખ્ય ઓફિસમાં જમા કરાવવાના બદલે ૮૩,૬૯૦ રૂપિયા ખિસ્સામાં મુકી ફરાર થઇ જતાં ફફડાટ મચી જવા પામ્યો હતો, જે બાબતે ડેરીના સતાધીસોને ધટનાની જાણ થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે બાબતે ચાસવડ ડેરીના મેનેજર સુરેશભાઇ પટેલે નેત્રંગ પોલીસ  ડેરીના જ પાલઁર વિભાગના કમઁચારી વિરુધ્ધ ફરીયાદ આપી હતી, જ્યારે નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગુનોં નોધી આગળની કાયઁવાહી હાથ ધરતા ફરાર કમઁચારીને પકડવાના ચક્રગતિમાન કયૉ હતા, આ બાબતે આગળની તપાસ નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચ.એન.બારીયા કરી રહ્યા છે.

રિપોર્ટર: દિવ્યાંગ મીસ્ત્રી, નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY