ભાવનગર,
તા.૦૬/૦૨/૨૦૧૮
મંગળ બન્યો ‘અમંગળ’:જાનૈયાઓ ભરેલી ટ્રક નાળામાં ખાબકતા ૩૦ના મોત
લગ્નની ખુશી,કાળનો ચાકડો અને માતમનો માંડવો,વરરાજાએ છેલ્લી ઘડીએ ટ્રકમાં જવાનું માંડી વાળતાં બચી ગયા,વરરાજાના ભાઈ-ભાભી,બહેનનો બચાવ,૪૦થી વધુ લોકો ઘાયલ,વિધાનસભામાં પણ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઇ,કોળી સમાજ સહિત સૌરાષ્ટભરમાં શોકનું મોજ પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું,રૂપાણી સરકારે મૃતકોને ૪ લાખની સહાયની જાહેરાત કરી,અનિડા ગામમાં માતમ છવાયો,અકસ્માત અંગે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા.
ભાવનગર રાજકોટ હાઈવે પર જાનૈયાઓને લઈ જતી ટ્રક નાળામાં ખાબકતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ૩૦થી વધુ લોકોના મોતની આશંકા છે અને હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતો દર્શાવાઈ રહી છે. ૬૦થી વધુ જાનૈયાઓ ભરેલી ટ્રક રંઘોળા ગામ પાસેથી પસાર થતી હતી. ત્યારે તે ટ્રક નાળામાં ખાબકી હતી અને નાળામાં ટ્રક ઉંધી પડતા સંખ્યાબંધ લોકો ટ્રકની નીચે દબાયા હતા. આ ઘટના અંગે વરરાજાને અજાણ રાખવામાં આવ્યા હતા. કમનસીબી એ છેકે, વરરાજાના માતા-પિતાના મોત થયાના સમાચાર વચ્ચે દિકરો લગ્ન કરી રહ્યો છે. મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી મૃતકને ૪ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઘટના અંગે પણ તપાસના આદેશ કરાયા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્ર ને સૂચનાઓ આપી છે. મૃતકોના મૃતદેહ પરિવાર જનો ને ત્વરાએ સોંપવામાં આવે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રી એ આદેશો આપ્યા છે.
અનિડા ગામના કોળી પરિવારની જાનને આ અકસ્માત નડ્યો છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતા ભાવનગરની ૧૦૮ એમ્બુલન્સની ૧૦૮ ગાડીઓની મદદ લેવામાં આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈને સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરીમાં જાડાયા હતા. સવારે ટ્રક નાળામાં ખાબકીને ટ્રક નીચે દબાયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાન સિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલા અનિડા ગામથી નીકળી હતી. લગ્ન પ્રસંગે ઢસા તરફ જતાં સમયે બનેલી કરુણાતિકાથી ભારે અરેરાટી વ્યાપી હતી. જાન ઢસાના ટાકમ ગામે જતી હતી.ટ્રક પલટવાની ઘટના બનતાં નીચે દબાયેલા અને ઘાયલ થયેલાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢ્યા હતા. તો ૩૦થી વધુ મોતને ભેટતા ચારેબાજુ લાશોના ઢગલા થયા હોય તેવી સ્થતિ ઉભી થઈ છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ભાવનગર ના રંઘોળા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત માં જાન ગુમાવનારા કમનસીબ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માત માં ઇજા પામેલા ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે જિલ્લાના વહીવટી તંત્ર ને તાકીદ ની સૂચનાઓ આપી છે. તેમણે આ દુર્ઘટના અંગે નો અહેવાલ ત્વરિત આપવા જિલ્લા કલેક્ટર ને જણાવ્યું હતું.અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન ટાટમ ગામે નિધાર્યા હોય આજે વહેલી સવારે જાન ટ્રકમાં જવા રવાના થઇ હતી. વરરાજા પણ ટ્રકમાં જ જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર મગાવી લીધી હતી. અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઇ અને તેના પત્નીનું મોત થયું હતું.
અનીડાથી ટાટમ જઇ રહેલી કોળી પરિવારની જાન ભરેલી ટ્રક નાળામાં ખાબકતાં રપ જાનૈયાના મોત થયા હતા. વરરાજા કારમાં આગળ નીકળી ગયા હોવાથી તેને આ વાતની જાણ કરવામાં આવી ન હતી. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને તેના મોટાભાઇના પરિવારના સભ્યોનાં મોત થયા હતા. પરંતુ વરરાજા ટાટમ પહોંચી ગયા હોવાથી તેને આની જાણ કરાઇ ન હતી અને લગ્નવિધિ રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી.
રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ૧૦૮ની પાંચ ટીમો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ટ્રકના કાટમાળ નીચે દબાયેલાઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા.
લગ્ન પૂરા થયા બાદ કન્યાપક્ષ તરફથી જમણવાર બંધ રખાયો હતો. પરિવારે સવારથી જ જમણવાર સહિતની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. પરંતુ લગ્નવિધિ પત્યા બાદ જમણવાર બંધ રાખીને તૈયાર કરવામાં આવેલી રસોઈ ફેંકી દેવામાં આવી હતી.
આ પુલ પરથી ટ્રક ચાલક ઓવરટ્રેક કરવા ગયો અને સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબક્યા પણ એક વાત બહાર આવી રહી છે. ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તે હાલ ફરાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા. આ લગ્નનાં ગીતો માતમના ગીતોમાં ફેરવાઈ ગયાં હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"