ન્યુ દિલ્હી,તા.૯
અરૂણાચલમાં મોદીની મુલાકાતને લઈને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું કે, ‘ચીન-ભારત સરહદને લઈને ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. ચીન સરકારને ક્્યારેય કહેવાતા અરૂણાચલ પ્રદેશની જાણ નથી અને ભારતીય રાજનેતાઓએ ચીન-ભારત સરહદે આવેલા પૂર્વિય ભાગમાં મુલાકાત લેવાનું ટાળવું જાઈએ. ચીન ભારતને બન્ને રાષ્ટ્રનો હિતનું ધ્યાન રાખવા અનુરોધ કરે છે તેમજ ચીનની ચિંતાને માન આપે તેમ ઈચ્છે છે. દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો આવકાર્યા છે પરંતુ સરહદી વિવાદને ટાળવો જાઈએ.’
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન મંત્રાલયની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હતું. ચીન પૂર્વોત્તર ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશને તિબેટનો દક્ષિણ ભાગ ગણે છે. ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા ઉત્યાર સુધીમાં ૨૧ બેઠકો યોજાઈ છે. ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિ.મી લાંબી એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ આવેલી છે જે વિવાદિત છે. ચીન પોતાની ટેવ મુજબ ભારતીય નેતાઓની અરૂણાચલ મુલાકાતનો વિરોધ નોંધાવી પોતાનો હાથ ઉપર રાખવા ચંચૂપાત કરતું રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



