ન્યુ દિલ્હી,તા.૧૦
સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત બીસીસીઆઈ લોકપાલ જસ્ટિસ (સેવાનિવૃત) ડીકે ડૈને બુધવારે કહ્યું કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના મામલા પર તેઓ ઝડપથી નિર્ણય કરશે. ફિલ્મમેકર કરણ જાહરના ટીવી શો ‘કોફી વિથ કરણ’માં વિવાદાસ્પદ ટિપ્પણી મામલામાં ફસાયેલા લોકેશ રાહુલ બુધવારે તેમની સમક્ષ રજૂ થયો અને પોતાના પક્ષ રાખ્યો હતો. તેના એક દિવસ પહેલા હાર્દિક પંડ્યા મુંબઈમાં સુનાવણી દરમિયાન રજૂ થયો હતો.
જસ્ટિસ જૈને ટીવી શોમાં વિવાદિત નિવેદન આપવાના મામલામાં રાહુલ અને પંડ્યાને ગત સપ્તાહે નોટિસ જારી કરીને તેમને સુનાવણી માટે રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો. જૈન પૂર્વ સીએજી વિનોદ રાયની અધ્યક્ષતા વાળી સીઓએને મામલાનો રિપોર્ટ સોંપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




