ન્યુ દિલ્હી,તા.૭
આઈસીસી વર્લ્ડ કપમાં બેટિંગ કરીને ધમાલ મચાવનાર અને શાનદાર પરફોર્મન્સ આપનાર ધોની માટે એક ખરાબ સમાચાર મળી રહ્યાં છે. દિલ્હીના નોયડામાં ચોરોએ ધોનીનાં ઘરમા ચોરી કરી છે. મળતી માહિતી પ્રમાણે ચોર ધોનીના ઘરેથી એલઈડી ટીવી, ઈનવર્ટર, લેપટોપ, મોબાઈલ ફોન અને ગેસ સિલિન્ડરની પણ ચોરી કરી ગયાં છે.
ધોનીનાં જે ઘરમા ચોરી થઈ છે એ નોયડાના સેક્ટર ૧૦૪માં આવેલું છે. બાબત મોટી છે એટલે પોલીસ તરત સક્રિય થઈ ગઈ અને ૩ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. ધોનીનાં ઘરમાં ચોરીના આરોપમાં પોલીસે જે ૩ લોકોની ધરપકડ કરી છે એમાં સહાબુદીન, રાહુલ અને ઈકબાલ છે. ધોનીએ આ મકાન વિક્રમ સિંહ નામનાં એક શખ્સને ભાડે આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લવ્સ પર ભારતીય સેનાનાં ‘બલિદાન’ બેઝનાં લોગોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે હટાવવાનો આગ્રહ કર્યો છે. આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી છે કે તે ધોનીને તેના ગ્લવ્સ પર બનાવવામાં આવેલા સેનાનાં ખાસ લોગોને હટાવવાનું કહે. આઈસીસી વિશ્વ કપ ૨૦૧૯માં ભારતની પહેલી મેચમાં ધોની સાઉથ આફ્રિકા સામે વિકેટકીપિંગ ગ્લવ્સ પર ભારતીય પેરા સ્પેશલ ફાર્સનાં ચિહ્ન સાથે રમ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



