પેટ્રોલમાં ૧૯ અને ડિઝલમાં ૯ પૈસાનો વધારો

0
8

ન્યુ દિલ્હી,તા.૧૭
દેશભરમાં સોમવારે પેટ્રોલ ૧૯ પૈસા અને ડીઝલ ૯ પૈસા મોંઘું થયું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને પગલે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૭૦.૫૩ રૂપિયા જેટલા રહ્યાં. જેમાં રવિવારના ભાવ ૭૦.૩૩ રૂપિયાના મુકાબલે ૧૯ પૈસાનો ઉછાળો જાવા મળ્યો હતો. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ રવિવારના મુકાબલે ૯ પૈસાના વધારા સાથે ૬૪.૪૭ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર ભાવ પહોંચી ગયો હતો. જ્યારે મુંબઇમાં પેટ્રોલ ૧૯ પૈસા મોંઘુ થતાં ૭૬.૧૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં ડીઝલના ભાવ રવિવારના મુકાબલે ૯ પૈસા વધીને ૬૭.૪૭ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જાવા મળ્યાં. રવિવારે ડીઝલનો ભાવ ૬૪.૩૮ રૂપિયા હતો.
દેશના અન્ય મહાનગરો ચેન્નઇ અને કલકત્તાની વાત કરીએ તો આ બંને શહેરોમાં પેટ્રોલ ક્રમશઃ ૭૩.૧૯ રૂપિયા અને ૭૨.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલ ક્રમશ ૬૭.૯૭ રૂપિયા અને ૬૬.૧૪ ભાવે વેચાઇ રહ્યું છે. આ ઉપરાંત નોઇડામાં પેટ્રોલ ૭૦.૩૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૬૩.૮૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY