મમતા સરકારે લોકતાંત્રિક પ્રક્રિયાનું ગળુ દાબ્યુ,યાત્રા નીકળીને જ રહેશેઃ શાહ

0
5

રથયાત્રની મંજૂરી ન મળતાં ભાજપ અધ્યક્ષ લાલઘૂમ,મમતા પર કર્યા આકરા પ્રહાર
આજે અમિત શાહ જશે પ.બંગાળ,ભાજપથી મમતા સરકાર ડરી,રથ યાત્રા અને દુર્ગા વિસર્જનમાં અડચણ ઊભી કરવી બંગાળ સરકારની પરંપરા છે
ન્યુ દિલ્હી,તા.૭
ભાજપની આજ એટલે કે શુક્રવારે શરૂ થનારી રથયાત્રા પર પશ્ચિમ બંગાળની સરકાર બાદ કલકત્તા હાઈકોર્ટે પણ રોક લગાવી દીધી છે. રથયાત્રાની મંજૂરી સરકાર એન કોર્ટ દ્વારા ન મળતાં અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો કરતાં કહ્યું કે તેઓ ભાજપથી ડરી ગયા છે. તેઓએ આરોપ લગાવ્યો કે બંગાળમાં માફીયાઓનું રાજ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે શુક્રવારે કુચબિહારથી રથયાત્રાને લીલી ઝંડી દેખાડવા હતા.
અમિત શાહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મમતા સરકાર પર આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, મમતા સરકારે લોકતાંત્રિક પ્રક્રિયાને ગળું દાબી દીધું છે. અમે ઘણી વખત રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ શનિવારે અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. ભાજપ અધ્યક્ષે દાવો કર્યો કે તેમની પાર્ટી ૨૦૧૯માં ચૂંટણીમાં બંગાળમાં જીત દાખલ કરશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, ભાજપના વિસ્તાર માટે રથયાત્રા ૭ ડિસેમ્બર, ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરથી શરૂ થવાની હતી. અમે વહીવટીતંત્ર પાસે મંજૂરી માંગી હતી. ૨, ૧૨ અને ૨૦ નવેમ્બરે રિમાઈન્ડર મોકલવામાં આવ્યા. પછી ૧૪, ૨૦ અને ૨૩ નવેમ્બરે પોલીસને રિમાઈન્ડર મોકલવામાં આવ્યા પરંતુ અમને મંજૂર ન આપવામાં આવી.
મૂળે, કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે ભાજપના કૂચબિહારમાં રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. આ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે તેની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દધો હતો કે તેનાથી સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. એવી આશા હતી કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે અહીંથી રથયાત્રાને લીલી ઝંડી દેખાડી શકે છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન કહેવામાં આવતું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY