પટિયાલા હાઉસ કોર્ટે વચેટિયા મિશેલ સામે પ્રોડક્શન વારન્ટ ઈશ્યૂ કર્યુ

0
20

ઓગસ્ટા વેસ્ટલેન્ડ
ન્યુ દિલ્હી,તા.૨૧
ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચાપર ગોટાળા કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી આપીને તિહાર જેલમાં પોતાના માટે અલગ સેલની માંગ કરી હતી. તેણે કહ્યું હતુ કે તેને કોઈ એવા સેલમાં રાખવામાં આવે જ્યાં તે એકલો હોય. આ અરજી પર સુનાવણી કરતા પટિયાલા હાઉસ કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળાના વચેટિયા ક્રિશ્ચિય મિશેલ સામે પ્રોડક્શન વોરન્ટ જારી કર્યુ છે.
કોર્ટ દ્વારા તિહાર જેલ અધિકારીઓને મિશેલને કાલે કોર્ટમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, કોર્ટે તિહાર જેલના ડીજી અને પ્રશાસનન પાસેથી જવાબ માંગ્યો છે. મિશેલે આશંકા વ્યક્ત કરી હતી કે તેનું શોષણ થઈ શકે છે. મિશેલને કોર્ટે ૨૮ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.
આ પહેલા રિમાન્ડ માટે રજૂ કરાયા દરમિયાન એજન્સીએ કહ્યું હતુ કે મિશેલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. વળી, મિશેલનું કહેવુ હતુ કે તે ડિસલેક્સિયાના બિમારીથી ગ્રસ્ત છે અને લાંબા સમય સુધી તે દસ્તાવેજોને જોઈ શકતો નથી. વાસ્તવમાં પૂછપરછ દરમિયાન મિશેલ દસ્તાવેજાને ૩૦ મિનિટથી વધુ સમય સુધી નહોતો જોઈ શક્યો. કોડ વર્ડવાળા દસ્તાવેજમાંથી કોઈ ટાપ લીડર્સને ઓળખવાનો તેણે ઈનકાર કરી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY