રાહુલ ગાંધીએ બે સપ્તાહથી ફસાયેલા મજૂરોને બચાવવા ભલામણ કરી
ન્યુ દિલ્હી,તા.૨૬
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘાલયની એક ખાણમાં ફસાયેલા મજૂરોનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. સાથો સાથ રાહુલે પીએમ મોદીને ત્યાં બે સપ્તાહથી ફસાયેલા મજૂરોને બચાવાની ભલામણ કરી છે. જો કે વાત એમ છે કે મેઘાલયના જયંતિયા હિલ્સમાં કોલસાની ખાણમાં ૧૫ મજૂરો ફસાયા છે. તેના પર રાહુલની સાથો સાથ કાંગ્રેસ પાર્ટીએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ૧૫ ખનિક છેલ્લાં બે સપ્તાહથી પૂરના લીધે કોલસાની ખાણમાં ફસાઇ ગયા છે. જે સમયે પીએમ મોદી બોગીબીલ પુલનું ઉદ્ઘાટન કરીને કેમેરાને પોઝ આપી રહ્યાં હતા, ત્યારે તેમની સરકારે બચાવ કાર્ય માટે વધુ પ્રેશરવાળા પંપની સગવડ કરવાની ના પાડી દીધી હતી. પીએમ મોદી કૃપ્યા મજૂરોને બચાવી લેજા.
બુધવારના રોજ કાંગ્રેસે આરોપ મૂકયો કે ફસાયેલા ખનિકોને બચાવા માટે નરેન્દ્ર મોદીની સરકારે મોડેમોડે પગલાં ઉઠાવ્યા. પાર્ટીએ એમ પણ કહ્યું કે ખાણમાંથી પાણી બહાર કાઢવાનું કામ ઝડપથી થવું જાઇએ. કાંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે ૧૧ દિવસથી ૧૫ ખનિક મેઘાલયના જયંતિયા હિલ્સમાં મુશ્કેલ સ્થિતિમાં ફસાયા છે. પાણી કાઢવાના કામમાં ઉતાવળ કરવી જાઇએ. એક-એક મિનિટ અગત્યની છે. તેમણે કહ્યું કે મોદી સરકારની તરફથી મોડેથી પ્રતિક્રિયા અપાઇ. હું ખનિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવા ખુદને રાષ્ટ્રની સાથે સામેલ કરું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




