મોદી સરકારની ભેટઃ પુરૂષોને પણ મળશે ૭૩૦ દિવસની ચાઇલ્ડ કેર લીવ

0
6

સિંગલ ફાધર ચાઈલ્ડ કેર લીવ પર કેન્દ્રની મ્હોર
ન્યુ દિલ્હી,તા.૨૮
નવા વર્ષની શરૂઆત પહેલાં મોદી સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપવાનો નિર્ણય લીધો છે. સાતમા પગારપંચ તરફથી સિંગલ ફાધરને પણ ચાઇલ્ડ કેર લીવ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પર કેન્દ્રએ મહોર મારી દીધી છે અને નોટિફિકેશન જારી કરી દીધી છે. પહેલાં આ રજાઓ ફક્ત મહિલા કર્મચારીઓને જ મળતી હતી. પરંતુ હવે આ ચાઇલ્ડ કેર લીવ પુરુષોને પણ મળશે.
આ નોટિફિકેશન અનુસાર પુરુષ કર્મચારીને ૭૩૦ દિવસની રજાઓ બાળકની સારસંભાળ માટે મળશે. પરંતુ આ સુવિધા ફક્ત તે જ પુરુષોને મળશે જેની પત્નીનું નિધન થઇ ચુક્્યું છે અથવા તો જેના બાળકોની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે.
આ ઉપરાંત કેન્દ્ર કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લેતાં પેઇડ લીવમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અનુસાર જાન્યુઆરી અને જુલાઇ મહિના પહેલાં જ પાંચ દિવસની એડવાન્સ લીવ દરેક કેલેન્ડર વર્ષમાં તેમના ખાતામાં જાડી દેવામાં આવશે.
અમેરિકામાં પેઇડ લીવની સુવિધા નથી. પરંતુ પરિવાર અને ચિકિત્સા કાયદો ૧૯૯૩ હેઠળ કર્મચારી ૧૨ અઠવાડિયાની અનપેઇડ લીવ જરૂર લઇ શકે છે. તેવામાં કેલિફોર્નિયામાં ૬ મહિનાની રજા લઇ શકાય છએ. ઓસ્ટ્રેલિયામાં પણ બાળકોની સારસંભાળ માટે ૧૮ અઠવાડિયાની રજા લઇ શકાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY